આગામી મહાશિવરાત્રિ નિમિત્તે તા. 26-2-2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મનપા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.
મહાશિવરાત્રિ નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Follow US
Find US on Social Medias