ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકાતામાં પડકારો વધ્યા: રહેણી કરણીથી પણ પ્રકૃતિનું સંતુલન બગડયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
જલવાયુ પરિવર્તનને લઈને ભારત સહીત દક્ષિણ એશીયાનાં શહેરો ગંભીર ખતરાનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ શહેરોની મોટી વસ્તીનું ઘનત્વ (ગીચતા) અતિ કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણ સબંધી પડકારો છે. જલવાયું પરિવર્તન પર અંતર સરકારી પેનલ (આઈપીસીસી)ના વિશેષ રિપોર્ટનાં મુખ્ય લેખક અંજલ પ્રકાશે કહ્યું છે કે, ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનનાં મોટા શહેરોમાં જલવાયું સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. આ કારણે ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકતા અને ચેન્નાઈ જેવા શહેરો જલવાયુ પરિવર્તનના ગંભીર ખતરાનો સામનો કરી રહ્યા છે. આ શહેરોમાં રેકોર્ડબ્રેક ગરમી, ઉષ્ણકરીબંધય તોફાન અને તટીય ક્ષેત્રોમાં જલસ્તર વધી રહ્યું છે. જેને લઈને સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થઈ રહી છે. સાથે સાથે આજીવિકામાં પણ અછત અને સામાજીક-આર્થિક અસમાનતાઓ વધી રહી છે. જેની શહેરોની માળખા અને તેના વિકાસ પર અસર પડી છે. નેપાળની રાજધાની કઠમંડુ અનિયમીત હવામાન અને વધતા તાપમાનનો સામનો કરી રહ્યું છે. હિમાલય ક્ષેત્રોમાં ગ્લેશીયરોનાં પીગળવાથી જલ પુરવઠામાં ફેરફાર અને પુરની ઘટનાઓ હિમાલયી શહેરોમાં ચિંતાનો વિષય બન્યા છે. આ પરિવર્તન માત્ર જલ સંસાધનોને નહીં બલ્કે કૃષિ અને આજીવિકા પર પણ અસર કરી રહ્યા છે. આ ઉપરાંત રહેણી-કરણીનાં કારણે પણ પ્રકૃતિનું સંતુલન બગડયુ છે.