ખાસ-ખબર સંવાદદાતા
રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે આગામી તા. 10 ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાનો ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો (ઙખ-ગઅખ) યોજાશે. જેમાં આ સંસ્થા ખાતેથી વિવિધ ટ્રેડમાં પાસ થયેલા ઉમેદવારો માટે તેમજ ધો. 8થી 12 પાસ અને કોઈ પણ સ્નાતક સમકક્ષ ડીગ્રી અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના જરૂરી દસ્તાવેજો જેવા કે, શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની નકલ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા. 10 ઓક્ટોબરના રોજ રાજકોટ આઈ.ટી.આઈ ખાતે હાજર રહેવું. આ ભરતી મેળામાં મેટોડા, શાપર અને આજી જી.આઈ.ડી.સી. સહિતની રાજકોટ જિલ્લાની વિવિધ કંપનીઓ સામેલ થશે તેમ આઈ.ટી.આઈ.ના આચાર્ય નિપુણભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે.