ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત તથા રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના સહયોગથી તા. 11થી તા. 15 દરમિયાન સિનિયર બહેનોની ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ 8 ટીમો જેમાં અમદાવાદ, રાજકોટ, કચ્છ, સુરત, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને ભાવનગર ટુર્નામેન્ટમાં ભાગ રહી છે.
- Advertisement -
સિનિયર બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટની ફૂટબોલ ટીમમાં કોમલ તળવી, ઈસ્ટી મકદાણી, શાંતિ ઓડેદરા, પૂજા દાયમા, તુલસી રાય, જીયા કોટડીયા, વિધી ચાંગાણી, પ્રિયાંશી રામવાણી, ભૂમિ જાગેલા, હિરલ દોશી, દીયા અમલાણી, ન્યાસા કનોજીયા, પ્રિતી રબારી, શ્રેયા રાવલ, પ્રેક્ષા શેઠ, ખુશી ખજુરીયા, રાધિકા ત્રિવેદી, કનીતા ભુરીયા, અનુષ્કા ધનેશા, આશા ચારોલા, મનદીપસિંહ બારડ (કોચ) જીજ્ઞાબેન અમલાણીનો સમાવેશ થાય છે. રાજકોટ તેનો પ્રથમ મેચ તા. 11ના રોજ અમદાવાદ સામે સવારે 11 કલાકે, બીજો મેચ તા. 12ના રોજ ગાંધીનગર સામે સાંજે 3-00 કલાકે તથા ત્રીજો મેચ તા. 13ના રોજ ભાવનગર સામે સવારે 11 કલાકે રમાશે અને સેમિફાઈનલ મેચ તા. 14ના રોજ સવારના 8 તથા 10 કલાકે રમાશે તથા ફાઈનલ મેચ તા. 15ના રોજ સવારે 8 કલાકે રમાશે. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમનું સિલેકશન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મુળરાજસિંહ ચુડાસમા તથા તેમની ટીમ અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા તથા એસોસિએશનના સર્વે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.