ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીમાં છેલ્લા કેટલાક સમયથી નવા દરવાજા આસપાસ તથા બસ સ્ટેન્ડ પર દારૂડિયા બેફામ જોવા મળતા પાટડી નગરમાં બે રોક ટોક દેશી દારૂનો વેપલો થતો હોવાની બુમરાણ ઉઠી છે તેવામાં પાટડી શંકરપરા ગેટ પાસે દસાડા ગ્રામ્યનો શખ્સ દારૂ ઢીંચીને બેફામ ગાળો બોલી રહ્યો હતો જેની જાણ પાટડી પોલીસને કરવામાં આવી હતી ત્યારે પાટડી પોલીસ મથકના જયેશભાઈ નામના કોન્સ્ટેબલ બાઈકમાં આવી દારૂડિયાને પોલીસ મથક તરફ લઈ ગયા હતા. અહીં નવાઈ પ્રમાણે એવી વાત એ છે કે આ દારૂડિયાને પોલીસ મથકે લઈ જવાને બદલે કોન્સ્ટેબલ જયેશભાઈ દ્વારા પાટડી નવા દરવાજા આસપાસ છોડી દેવાયો હતો જ્યારે આ બાબતે ગુનો નોંધાયો છે કે નહીં તે અર્થે પાટડી પોલીસ મથકે સંપર્ક કરતા ગુનો ન નોંધાયો હોવાનું જાણવા મળ્યુ હતુ કયા કારણોસર ગુનો દાખલ નહીં કર્યો ? અને નશાની હાલતમા રહેલ શખ્સને કોન્સ્ટેબલ જયેશભાઈ દ્વારા નવા દરવાજા પાસે કેમ છોડી દેવાયો હશે ? તેવા પ્રશ્નો ઉભા થયા છે આ શખ્સ એટલા પ્રમાણમાં દારૂ વેચ્યો હતો કે બાંકડા પર સુતા સુતા યુરીન પણ કરી ગયો હતો અને પોતાના કપડાનું પણ ભાન રહ્યું ન હતુ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાટડી વિરમગામ રોડ પર આવેલ બસ સ્ટોપ માં પણ એક સાધુના સોંગમાં દારૂડિયો ઝડપાયો હતો ત્યારે ફરી દારૂડિયા બે ફામ બન્યા હોવાનુ સામે આવતા પાટડીમાં બે રોક ટોક દેશી દારૂ વેચાતો હોવાની હામી ભરી રહ્યું છે
નવા દરવાજા પાસે દેશી દારૂનું વેચાણ?
- Advertisement -
પાટડી નગરના નવા દરવાજા પાસે કોઈ મહિલા દેશી દારૂનું વેચાણ કરતી હોય અને તેને ગ્રામ્યમાંથી ઇકકો કાર મારફતે દેશી દારૂ પૂરો પાડવામાં આવતો હોવાની અનેક ચર્ચા થતી હોય છે. ત્યારે પાટડી પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં આવે અને જો દેશી દારૂનો વેપલો થતો હોય તો બંધ કરાવવા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ જાગૃત જનોમાં ઉઠવા પામી છે.