80 ફૂટ રોડ ઉપરની 8થી વધુ સોસાયટીમાં પાણી ન આવતા ઉપાસના સર્કલે લોકો ભેગા થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી પાણીના પોકારો ઊઠી રહ્યા છે ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણી શકાય તેવા 80 ફૂટ રોડ ઉપર આવેલી 8થી વધુ સોસાયટીમાં પાણી વિતરણ અનિયમિત થતાં અને પાણી નહીં આવવાના પ્રશ્ને રોષ ફેલાયો હતો. પીવાના પાણી પ્રશ્ને પ્રજાએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું હતું. રવિવારે સાંજે 500થી વધુ રહીશોએ ઉપાસના સર્કલે ચક્કાજામ કરતા તંત્ર દોડી આવ્યું હતું. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોની જેમ 80 ફૂટ રોડ પણ પાણીની સમસ્યામાંથી બાકાત રહ્યો નથી. 80 ફૂટ રોડ ઉપર મારુતિ પાર્કથી પટેલ સોસાયટી સુધીમાં આવેલી ડ્રીમલેન્ડ સોસાયટી, સિલવર પાર્ક, ઉમા પાર્ક, અવધ પાર્ક, નવરંગ સોસાયટી ભાગ 1થી 4, મારુતિ પાર્ક સહિત 8થી વધુ સોસાયટીમાં પાણી વિતરણ અનિયમિત થતા અને પાણી નહીં આવવાના પ્રશ્ને રવિવારે સાંજે રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ અને પુરુષો તેમજ સિનિયર સિટિઝનો સહિત 500થી વધુ નાગરિકો ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ સુધી ગયા