રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખાના નિવૃત કર્મચારીઓ રામકુભાઇ હરસુરભાઈ બસીયા તથા ચમનલાલ નાથાલાલ ગોહેલ તા.૧૧/૧૧/૨૦૨૧ના રોજ ઓમકારેશ્વર મહાદેવથી પ્રારંભ કરીને નર્મદામૈયાની પગપાળા યાત્રાએ જનાર હોઈ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.પ્રદિપ ડવ તથા ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કર પટેલે તેઓ બંનેને નર્મદા મૈયાની કૃપાથી તેઓની આ પદયાત્રા સ્વસ્થતાપૂર્વક, સુખદ રીતે તેમજ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી.
નર્મદા મૈયાની આ પરિક્રમા દરમ્યાન ૩૬૦૦ કિ.મી. જેટલું અંતર પદપાળા કાપવાનું રહે છે. આ પદયાત્રા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તેમજ છતીસગઢ રાજ્યોમાંથી પસાર થઈને પૂર્ણ કરવાની રહે છે. આ પદયાત્રા પૂર્ણ કરવામાં આશરે ૪ થી ૬ મહિના જેટલો સમય લાગે છે.
- Advertisement -



