ખાસ-ખબર ન્યૂઝ સુલતાનપુર, તા.27
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે માનહાનિના કેસમાં સુલતાનપુર ખઙ-ખકઅ કોર્ટમાં હાજર થયા હતા. કોંગ્રેસ સાંસદે કોર્ટને કહ્યું કે આજ સુધી તેમણે કોઈની વિરુદ્ધ એવું નિવેદન આપ્યું નથી, જેનાથી માનહાનિનો કેસ થઈ શકે. નિવેદન નોંધ્યા બાદ કોર્ટે નિર્ણય લીધો કે આ કેસની આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે. આ દરમિયાન રાહુલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેતા મોચીની દુકાન પર બેઠેલા જોઈ શકાય છે.
- Advertisement -
કોંગ્રેસ પાર્ટીએ ‘ડ’ પર તેના ઑફિશિયલ એકાઉન્ટ પરથી વીડિયો શેર કરતી વખતે લખ્યું, “વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ રસ્તામાં કાર રોકી અને મોચી તરીકે કામ કરતા પરિવારને મળ્યા. અમે આ શ્રમજીવી લોકોના અધિકારો માટે સતત લડત આપી રહ્યા છીએ. અમે રસ્તાઓથી લઈને સંસદ સુધી તેમનો અવાજ ઉઠાવી રહ્યા છીએ, અમારો ઉદ્દેશ્ય તેમના વર્તમાનને સુરક્ષિત અને ભવિષ્યને ખુશ કરવાનો છે. વીડિયો માં તમે જોઈ શકો છો કે કેવી રીતે રાહુલ ગાંધી રસ્તામાં એક મોચીની દુકાન પર પોતાની કાર રોકે છે. આ દરમિયાન નેતાઓ મોચી સાથે વાત કરે છે અને તેની સ્થિતિ પણ જાણે છે. મુલાકાતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.