છેલ્લા પાંચ દિવસમાં 476 મેડિકલ કેમ્પ દ્વારા 8278 દર્દીને જરૂરી સારવાર અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી લોકોનું આરોગ્ય ન જોખમાય અને રોગચાળો ન વકરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ ડોર ટુ ડોર હેલ્થ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં જિલ્લાના 5.31 લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત 476 મેડિકલ કેમ્પ દ્વારા 8278 દર્દીને જરૂરી સારવાર આપવામાં આવી છે.
- Advertisement -
આરોગ્ય કર્મીઓ ગામે ગામ જઈ, ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે સર્વે દરમિયાન તાવ ઝાડા ઉલટી શરદી ખાંસી વગેરેના સામે આવતા દર્દીઓને જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવે છે. તેમજ જરૂર જણાયે નજીકના સરકારી દવાખાનામાં દર્દીઓને રિફર કરવામાં આવે છે. આ ડોર ટુ ડોર સર્વે દરમિયાન આરોગ્ય લક્ષી જનજાગૃતિની પણ કામગીરી કરવામાં આવી રહી છે, લોકોને સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવા, ઝાડા ઉલટીના કેસમાં ઓઆરએસનો ઉપયોગ કરવા તથા વાસી અને બહારનો દૂષિત ખોરાક ન ખાવા સહિતની જરૂરી જાણકારીઓ આપવામાં આવી રહી છે ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ ના વધે તે માટે આરોગ્ય કર્મીઓ દ્વારા પરા નાશકની કામગીરી પણ કરવામાં આવી રહી છે.