ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ પાસેના ડારી ટોલ નાકા પાસે વર્ષેથી ચાલતી સંસ્થા નિરધારનો આધાર કે જેમાં કોઈ પણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર માનસિક રીતે અસ્થિર કે અસહાય નિરાધાર 80થી વધારે પ્રભુજીને રહેવા ,જમવા તેમજ જીવન જરૂરી દરેક વસ્તુઓ નિ:શુલ્ક પણે દાતાઓના સહકારથી પુરી પાડવામાં આવે છે.
આ સંસ્થાની પ્રવૃત્તિઓ પ્રેરિત થઈને દાતાઓનો અનહદ પ્રેમ અને વિશ્વાસ થકી પ્રભુજીઓને જીવન નિર્વાહ કરવા સંપૂર્ણ વ્યવસ્થા આરોગ્યની પુરતી સાર સંભાળ રાખવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ફીશ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઓશન નેટવર્ક એક્સપ્રેસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત નિરાધારનો આધાર માનવસેવા આશ્રમને ઓટોમેટિક રોટલી બનાવવાનું મશીન ભેટ સ્વરૂપે આપી પ્રભુજીના જઠર અગ્નિને શાંત કરવામાં વધુ સરળતા રહે તેવા સંકલ્પ સાથે કંપનીના હોદ્દેદારો મનિષભાઈ સુયાણી, મેહુલભાઈ વ્યાસ, હમીરભાઈ નકુમના હસ્તે અર્પણ કરી સેવા સાથે સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી આ તકે નિરાર્ધાર નો આધાર સંસ્થા વતી કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વેરાવળમાં સેવા કરતી સંસ્થાને રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન અર્પણ
