ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મનપાને દાનની સરવાણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં ગઈકાલે મહાનગર પાલિકા સંચાલિત ટોરેન્ટ નંદી ગૌશાળામાં અને સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળામાં યશ કલ્પેશભાઇ ટોલીયા દ્વારા 21 દિનની વર્ધમાન તપ આયબેલની ઉગ્ર તપસ્યા પ્રસંગે અને તેમના જન્મદિન નિમિતે રૂ.10,000ની કિંમતનો ગોળ સરબતનું દાન કરવામાં આવેલ તેમજ સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળામાં હાજાભાઈ ચુડાસમાના જન્મદિન નિમિતે 65 મણ લીલો ઘાસચારો દાન આપવામાં આવેલ છે.જૂનાગઢ મનપા કમિશ્નર ડો.ઓમ પ્રકાશની સુચના મુજબ નાયબ કમિશ્નર એ.એસ.ઝાંપડા તથા ડી.જે.જાડેજા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ત્યારે જે લોકો ઘાસ ચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર જોશીપુરા ઝોનલ ઓફીસ, ટીંબાવાડી ઝોનલ ઓફીસ, દોલતપરા ઝોનલ ઓફીસ, શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.