– અમદાવાદમાં 14.2 KG ગેસ સિલિન્ડરની કિંમત 906.50 રૂપિયા
LPGના ભાવમાં ફરી વધારો, દેશના મિડલ ક્લાસના ખિસ્સાને ફરી એકવાર ફટકો પડ્યો છે. તેલ કંપનીઓએ ફરી એકવાર ઘરેલુ LPGગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. હવે દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર કરી ગઈ છે. બીજી તરફ ઘરેલુ એલપીજી સિવાય, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ પણ આસમાને આંબી ગયા છે.
- Advertisement -
સિલિન્ડર 1000ને પાર પહોંચી ગયો
આજે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે. જે બાદ દેશમાં તેની કિંમત 1000ને પાર કરી ગઈ છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે.
નોંધનીય છે કે અમદાવાદમાં 14.2 KG ગેસ સિલિન્ડરની કિંમત 906.50 રૂપિયા છે.
- Advertisement -
આટલું જ નહીં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા થશે.