દોઢ માસ સુધી સારવાર આપીને તબીબોએ બાળાને નવું જીવનદાન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહીત રાજ્યભરમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસના દર્દીઓને ધીમેધીમે તબીબો સંપૂર્ણ સ્વસ્થ કરી રહ્યા છે.ત્યારે પડધરીની બાળકીમાં પ્રથમ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેણીને ગત તા.18-07ના ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.અને તે બાળ દર્દીને તબીબોએ દોઢ માસ સુધી સારવાર હેઠળ રાખીને તેને સંપૂર્ણ સ્વસ્થ કરી ડિસ્ચાર્જ કરી હતીવિગત મુજબ પડધરીમાં રહેતાઅને મૂળ મહીસાગરના સુરેશભાઈ નીનામાની વેદિકા નામની 2 વર્ષની પુત્રીમાં ગત તા.18/07માં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેણીને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
- Advertisement -
અને તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝિટિવ આવ્યો હતો. બાળકીની તબિયત વધુ લથડતા તેણીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. વાયરસ તેના મગજ, હૃદય,લીવર અને કિડની પર ગંભીર અસરકરતો હતો.પરંતુ બાળકી અને તબીબોએ હિંમત ન હારી હતી.અને તબીબોએ તેને 20 દિવસ વેન્ટિલેટર અને બાકીના દિવસો ઓક્સિજન પર રાખી હતી.દોઢ માસ સુધી તેણીને સઘન સારવાર આપીને મોતના મુખમાંથી બહાર કાઢી સંપૂર્ણસ્વસ્થ કરી હતી. અને બાળકીને હસતી ખેલતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા પરિવારે તબીબોનો આભાર માન્યો હતો.આ બાળકીને સારવાર બાળ રોગ વિભાગના વડા ડો.પંકજ બુચ તેમની ટીમના સભ્યો ડો.પલક હાપાણી, ડો.આરતી મકવાણા,ડોસુરભી,ડો.સરિતા,ડો.શ્રેયા,ડો.આરતી સૂત્રેજા અને સમસ્ત અને જુનિયર રેસિડેન્ટ તબીબોએ આપી હતી.