ફ્રીઝના પાણીની તુલનામાં માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. માટલાનું પાણી શરીરની ઘણી બિમારીઓને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે. માટલામાં લાંબા સમય સુધી પાણી રાખવામાં આવે અને જો એ પીવામાં આવે તો શરીરને નુકશાન પણ થાય છે.
- Advertisement -
ચાલો સમજીએ માટીના માટલાનું પાણી પીવાથી થતાં નુકશાન વિશે…
જો લાંબા સમયથી માટલાનું પાણી બદલવામાં ન આવે અને તે પીવામાં આવે તો તે પાણી પીવાના કારણે પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે . સાથે જ કબજીયાત, અપચો, ડાયેરિયાનું અને ગેસનું પણ કારણ આ પાણી જ બને છે. તેથી આ બધી બિમારીઓથી બચવા માટે માટલાનું પાણી બદલાતું રહેવું જોઈએ. અને લાંબા સમય સુધી માટલામાં રાખેલા પાણીને પીવાથી ટાઈફોઈડનું જોખમ પણ વધે છે.
માટલામાં લાંબા સમય સુધી પાણી રહેવાના કારણે તેમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. અને આ બેક્ટેરિયાવાળું પાણી પીવાથી તમારી ઈમ્યુનિટી નબળી પડી જાય છે. માટલાનું પાણી પીવાથી તમને ખીલ જેવી સ્કીન પ્રોબ્લેમ પણ થઈ શકે છે. માટલાનું પાણી બે દિવસે બદલાતા રહો. સાથે જ માટલાનો ઉપયોગ 1 વર્ષથી વધારે ન કરો..