દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના વાળ લાંબા અને મજબૂત રહે. પરંતુ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, ખોરાક, સ્ટ્રેસ જેવા અનેક કારણોસર વાળ પાતળા થઈ જાય છે. જો તમે પણ તમારા વાળને મજબૂત અને સુંદર બનાવવા માંગો છો તો ચાલો જાણીએ કેટલીક સરળ હેર ટિપ્સ. ઘાટ્ટા કાળા, લાંબા અને આકર્ષક વાળની ઈચ્છા સૌને હોય છે, પણ વાળની વૃદ્ધિ અને મજબૂતાઈ અનેક વસ્તુ પર આધારિત છે. તેમાં વ્યક્તિની જિનેટિક હિસ્ટ્રી, ખોરાક, પોષણની કમી, સ્ટ્રેસ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવા પરિબળો સામેલ છે.
જો તમે વાળ ખરવાનું અટકાવવા ઈચ્છો છો અને નવા વાળ ઉગાડવા માંગો છો તો સૌથી પહેલું કામ ડૉક્ટરની સલાહ લેવાનું છે. જોકે ઘણા ઘરગથ્થુ ઉપાયો પણ છે જે વાળની સુંદરતા સુધારી શકે છે. ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાયો. વાળને માત્ર બાહ્ય પરિબળો જ અસર કરે છે એવું નથી. વાળને જડમૂળથી મજબૂત બનાવા માટે આપણે સૌથી પહેલા આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ બદલવી પડશે. તેના માટે તમારે પ્રોપર ડાયટ ફોલો કરવાની જરૂર પડશે. ચાલો જાણીએ વાળ માટે જરૂરી એવી હેલ્ધી ડાયટ વિશે.
- Advertisement -
વાળ માટે આટલું કરો :
ડાયટમાં પ્રોટીનનું સેવન વધારો
શરીર, ત્વચા અને વાળ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. નવા વાળ ઉગવા માટે પણ પ્રોટીનની જરૂર પડે છે. જો શરીરમાં પ્રોટીનની કમી રહે તો વાળ ખરવા લાગે છે. એટલે તમારી ડાયટમાં શક્ય એટલું પ્રોટીન ઉમેરો. પ્રોટીન માટે તમે બીન્સ, ઈંડા, માછલી, ડ્રાય ફ્રૂટ્સ, લીન મીટ અને વિવિધ પ્રકારના બીજ ખાઈ શકો છો. વ્યક્તિએ રોજ કેટલું પ્રોટીન લેવુ તે તેના દૈનિક શારીરિક પરિશ્રમ અને શરીરમાં રહેલા મસલ્સના વજન પર આધારિત હોય છે.
- Advertisement -
આયર્નથી ભરપૂર ખોરાક લો
વાળને તંદુરસ્ત રાખવા માટે આયર્ન પણ એટલું જ જરૂરી છે. ખોરાકમાં આયર્નના કેટલાક સ્ત્રોત જેવા કે દાળ, કોળુંના બીજ, પાલક, સફેદ ચણા, લીન બીફ વગેરેનો સમાવેશ કરી શકાય છે. જે લોકો માંસ નથી ખાતા, તેમને માંસાહારી લોકો કરતાં લગભગ 1.8 ગણું વધુ આયર્નની જરૂર પડે છે. કારણ કે શરીર, વનસ્પતિજન્ય ખોરાકમાંથી મળતું આયર્ન એટલું અસરકારક રીતે શોષી શકતું નથી.
માથાની મસાજ કરવી
માથાની મસાજ કરવાથી સ્કાલ્પમાં લોહીનો પ્રવાહ વધે છે, જેના કારણે વાળનો ગ્રોથ થાય છે. જાપાનમાં કરાયેલા એક અભ્યાસ મુજબ, જે પુરુષોએ દરરોજ 4 મિનિટ સુધી સ્કાલ્પ મસાજ માટેના ઉપકરણથી મસાજ કરી, તેઓના વાળ 6 મહિનામાં વધુ જાડા થઈ ગયા. આ સિવાય પોતાની આંગળીઓના ટેરવાં વડે માથાની ત્વચા પર હળવા હાથે ગોળાકાર ગતિથી મસાજ કરી શકાય છે. માથાની મસાજ માટેના ઉપકરણો પણ બજારમાં અને ઓનલાઈન સરળતાથી મળી રહે છે.
બીજનું સેવન કરો
વાળ માટે વિવિધ પ્રકારના બીજ ડાયટમાં ઉમેરવા જોઈએ. ખાસ કરીને કોળુંના બીજનું સેવન અને તેના તેલથી મસાજ કરવાથી વાળના ગ્રોથમાં મદદ મળે છે. કારણ કે તેમાં પ્રોટીન તથા અનેક જરૂરી ખનિજો રહેલા છે. જો તમે યોગ્ય ડાયટ સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને થોડી કાળજી રાખશો તો તમારા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ પણ મજબૂત, લાંબા અને ઘાટ્ટા બની શકે છે.