માથાનો દુખાવો હોય કે રેટ ઊંઘન આવતી હોય તો આપણે પણ ઘણીવાર રાતે માથામાં તેલની માલિશ કરી છીએ. અથવા તો વાળને પોષણ મળે એ માટે ઘણા લોકો આખી રાત વાળમાં તેલ લગાવીને સૂતા હોય છે. આનાથી તમને નુકસાન થઈ શકે છે.
કાળા લાંબા વાળ ક્યારેય આઉટ ઓફ ફેશન જતાં નથી. જેમ તે ઑકેશન હોય લાંબા વાળ હંમેશા તમારી પર્સનલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. દાદી-નાની પણ રાતે વાળમાં તેલ લગાવવાની સલાહ આપે છે તો ચાલો જાણીએ સ્કીન એક્સપર્ટ આ વિશે શું કહે છે?
- Advertisement -
રાતે તેલ લગાવીને સૂવું નુકસાનકારક
ઘણા ત્વચા નિષ્ણાતો રાત્રે વાળમાં તેલ લગાવવાની આદતને અત્યંત નુકસાનકારક માને છે. તેલ વાળને કન્ડિશન કરે છે અને તેને ચમક આપે છે, તેથી વાળમાં તેલ લગાવવું મહત્વપૂર્ણ છે. પરંતુ તેલ લગાવવાનો પણ યોગ્ય સમય છે. જો તમે રાત્રે સૂતા પહેલા વાળમાં તેલ લગાવો છો તો આજથી જ આ આદતને બદલી નાખો. રાત્રે સૂતા પહેલા વાળમાં તેલ ક્યારેય ન લગાવવું જોઈએ. તેનાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે, વાળ ચીકણા થઈ જાય છે, જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા ઝડપથી વધી શકે છે. જ્યારે તમે તમારા વાળમાં આખી રાત તેલ લગાવો છો તો તમારા માથાના છિદ્રો ભરાઈ જાય છે. અને વાળની અંદર વધુ પડતી ગંદકી જામી જાય છે. આ સિવાય જો તમારા વાળ ખરતા હોય તો આખી રાત તેલ લગાવી રાખવાથી સમસ્યા વધી શકે છે.
વાળમાં તેલ ક્યારે લગાવવું જોઈએ?
- Advertisement -
વાળમાં તેલ લગાવવું એ વાળની સંભાળની એક મહત્વપૂર્ણ દિનચર્યા છે, પરંતુ તેલ લગાવવાનો યોગ્ય સમય જાણવો જરૂરી છે. શેમ્પૂ કરવાના 1 કે 2 કલાક પહેલા વાળમાં તેલ લગાવો. તેલને વાળમાં સમાઈ જવા માટે 6-7 કલાક નહીં, પરંતુ માત્ર એક કલાક પૂરતો છે. તેથી વાળ ધોવાના 1-2 કલાક પહેલા તેલ લગાવો.
વાળમાં તેલ લગાવવાની સાચી રીત
જો તમે ઇચ્છો છો કે તમારા વાળને તેલથી સંપૂર્ણ પોષણ મળે, તો હંમેશા તમારા વાળમાં હૂંફાળું તેલ લગાવો. કારણ કે તે ઝડપથી શોષી લે છે. તમારા વાળને નાના-નાના ભાગોમાં વહેંચો અને મૂળ સુધી તેલની સારી રીતે માલિશ કરો. તમારા હાથમાં તેલ લો અને તેને માથાની ચામડી પર 2-3 વખત લગાવો. પછી, વાળની પાંથી પાડીને તેલ લગાવશો તો વાળ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય.