સેતુ પ્રકલ્પ અંતર્ગત સ્લોગન અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
જામનગરની ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જેન્ડર રિસર્ચ સેન્ટર અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના સંયુક્ત ઉપક્રમે સેતુ પ્રકલ્પ અંતર્ગત જનજાગૃતિ ઝુંબેશ સપ્તાહ ચાલી રહ્યો છે.
પ્રિન્સિપાલ ડો. બાણગોરીયાના માર્ગદર્શન હેઠળ સેતુ પ્રકલ્પના નોડલ ઓફિસર ડો. હેમલબેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. તેના ભાગરૂપે તા. 17 સપ્ટેમ્બર 2025ના રોજ સ્લોગન કોમ્પિટિશન અને 18 સપ્ટેમ્બર 2025ના રોજ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.



