ઉત્સવો એટલે મનની મસ્તી, તહેવારો એટલે મનની મોજ, વરસના બારેય મહિના મનની મહેફીલ કેવી કેવી જામે છે એ તમે કદી જોયું છે?
મકરસંક્રાંતિના દિવસે ઘરના ધાબાના આકાશમાં પતંગની સાથે ઊડતું મન, ચગતું મન હોળીનો તહેવાર આવતા સુધીમાં જાતજાતના રંગોમાં રંગાય જાય છે. મકરસંક્રાંતિના દિવસે કોઈ અજાણ્યા ચહેરા પર મોહી પડેલું મન, ધૂળેટીના દિવસે તે ચહેરાને ફાગણીયા રંગે રંગી દેવા આતુર બની જાય છે. એવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર. એ તહેવારમાં મન મેળે ચઢે છે. પોતાના માણીગરની સંગાથે મેળાને મજા માણવા ભાગતું દોડતું મન, ગણેશોત્સવનાં પર્વમાં વિનાયકની સેવામાં લાગી પડે છે. મન જાણે કે ખુદ ગજાનન બની જાય છે. હજુ વિઘ્નહર્તાની મૂર્તિનું જળમાં વિસર્જન થાય ન થાય ત્યાં તો નવલી નવરાત્રીનો ગરબો મનને દૂરથી સાદ પાડે છે અને એ સાદ સંભળાતાવેંત હોશીલું મન હાથમાં દાંડિયા લઈ પસંદગીના પાત્ર સાથે ગરબે ઘુમવા નીકળી પડે છે. નવ-નવ રાત્રીઓ દરમિયાન શરીરને થકવીને ચૂર કરી દેતી, પરંતુ સ્વયંને રસતરબોળ કરી દેતી એક અલૌકિક અદ્ધરતાને તે અનુભવે છે. એ સંમોહનમાંથી મુક્ત થવાય ના થવાય ત્યાં તો શરદપૂનમની રાતે પૂર્ણ કક્ષાએ ખીલેલો ચંદ્ર મનને ફરીથી ગમતીલા સાથે બેસી દૂધપૌઆ ખાવા લલચાવે છે. સફેદ દૂધ જેવી ચાંદનીમાં સ્નાન કરી અને મન ફરી તૈયાર થઈ જાય છે દિવાળીના તહેવારોને મળવા, ભેટવા અને પૂરજોશથી આવકારવા.
દર વખતની માફક આ વખતે પણ દિવાળીના તહેવારો આવી ગયા છે. ઉત્સવોને મન ભરીને માણવા એ યુવાનીનો વિશેષાધિકાર ગણાય એટલે આ વખતે યુવામિત્રો સાથે કેટલીક વાતો શેયર કરવી છે.
ફ્રેન્ડઝ, દર વખતની માફક આ વખતે પણ તમારા ઘરના વડીલોનો આગ્રહ તમે દિવાળી તેમની સાથે પરંપરાગત રીતે ઉજવો તેવો હોય તે સ્વાભાવિક છે, પરંતુ તમે કદાચ એવું પણ વિચારતા હોવ કે આ વખતની ઉજવણીમાં કૈક નવા ઈમોશન્સ ઉમેર્યા હોય તો…!
- Advertisement -
વેરી ગુડ, દર વખતની માફક આ વખતે પણ રંગોળી કરવી, ઘરને શણગારવું, ફટાકડા ફોડવા, મનગમતું ખાવું પીવું અને બ્રાન્ડેડ કપડાં તથા એસેસરીઝ પહેરી મિત્રો સાથે સપાટા મારવા.. એ બધાની સાથે સાથે જો તમે કાંઈક એવું નવું કરવા માંગતા હોવ કે જે તમને ઈમોશનલી ટચ કરી જાય તો તે માટે કેટલીક ટીપ્સ આ રહી.
તમારા વોર્ડરોબમાં બિલકુલ નવા જેવું જ, પરંતુ તમને જે પહેરવું જરા પણ ન ગમતું હોય તેવું તમારું જીન્સનું ટ્રાઉઝર, ટી-શર્ટ અથવા તો શર્ટ કે જે ત્યાં પડ્યું પડયુ ફક્ત શોભામાં અભિવૃદ્ધી જ કરી રહ્યું હોય તેને પ્રેમથી બહાર કાઢો.. તેના પર બાઝેલી ધૂળ ખંખેરો. તેને પ્રેસ કરાવી, એક પ્લાસ્ટિક બેગમાં પેક કરી, ખૂબ જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તમારા કોઈ સગા કે સંબંધીના તમારા હમઉમ્ર સંતાનને તે પ્રેઝન્ટ કરી આવો. બેસતા વરસે જયારે એ તેને પહેરીને તમને મળવા આવશે ત્યારે તેને એ કપડામાં જોઈ તમારી સાલ ખરેખર જ મુબારક મુબારક થઈ જશે.!
અથવા તો ધનતેરસના દિવસે તમારી એ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જઈને મળો જેની સાથે કોઈ ગેરસમજણને લીધે તમારે આ વરસે જ અબોલા થયા હોય. ધનતેરસની એ ફાઈન મોર્નીન્ગે તેની સમક્ષ જઈ માત્ર એટલું જ કહો કે, હું આ વરસે આપણી વચ્ચે બનેલી એ ઘટના તદ્દન ભૂલી જઈ એક નવી શરૂઆત કરવા માંગું છું. એન્ડ આય નીડ યોર હેલ્પ… અને પછી તેને હળવેથી પૂછી જૂઓ કે, શું હું આ બેસતા વરસે તને અને તારા ફેમિલીને ન્યૂ યર વિશ કરવા આવી શકું? એ પછી જો જો કે આ બેસતું વરસ તમારા ફ્રેન્ડની યાદીમાંથી નીકળી ગયેલા એ નામને કેટલી ઝડપથી પાછુ ઉમેરી દે છે.
ઓ.કે., એ ન થઈ શકે તો તમારા ફટાકડાના કૂલ બજેટમાંથી માત્ર દશ ટકા રકમ જૂદી કાઢી તેમાંથી માત્ર નાના બાળકોને મજા પડે તેવા નિર્દોષ ફટાકડા ખરીદો અને તમારા શહેરની બહાર આવેલી ઝૂપડપટ્ટીમાં વસતા ગરીબ લોકો વચ્ચે જઈ એમના નાના બાળકોને પ્રેમથી આપી દો. શક્ય છે કે તેમાંનો એકપણ છોકરો તમારી હાઈસોસાયટીમાં ચિબાવલી સ્ટાઈલથી દર ત્રણ મિનિટે બોલાતું ‘થેંક્યુ’ ન પણ કહે.. પરંતુ તેના ચહેરા પર સાવ અણઘડ રીતે પ્રસરેલી ખુશી તમારા ચહેરા પર મુશ્કાન ન લાવી દે તો કહેજો.
- Advertisement -
આ પણ ના થઈ શકે તો ફરગેટ ઈટ.. દિવાળીની રાત્રે ફટાકડા ફોડતી વેળા અચાનક એક ફૂલજર તમારા વયોવૃદ્ધ દાદા કે દાદીમાના હાથમાં આપી દો અને તમારી કમર પર લટકતા લેટેસ્ટ મોબાઈલમાં એમનો ફોટો પાડો.. તેમના કરચલીવાળા ચહેરા પર વરસોથી જામેલો થાક એક જ પળમાં ઉતરી જશે. અને જો તમે એ વખતે એમના હરખાઈ ગયેલા ચહેરાને ધ્યાનપૂર્વક નીરખશો તો કદાચ એ ક્ષણ માત્ર તમારા મોબાઈલમાં જ નહીં પરંતુ તમારા આંતરમનમાં પણ ફ્રીઝ્ડ થઈ જશે.
નોટ પોસિબલ..! તો ચાલો એવું કરો, કે દિવાળીની રાતે ઘરમાં લક્ષ્મીપૂજન થઈ ગયા પછી મોમ-ડેડને બાજુ-બાજુની ખુરશી પર બેસાડી તેમના પગ પાસે બેસી જાવ, તમારા બંને હાથની હથેળીઓમાં તેમના કરચલીવાળા હાથ લઈ એમની સામે જોઈ ખરા દિલથી માત્ર એટલું જ કહો કે ‘આય લવ યુ મોમ..આય લવ યુ ડેડ. મને ખ્યાલ છે કે તમે બંનેએ મારા માટે આજ સુધી કેટલું બધું કર્યું છે, અને હજુ પણ કરી રહ્યાં છો…! તમારું આ ઋણ હું ક્યારેય નહીં ભૂલું.’ શક્ય છે દોસ્ત કે, તમારા મમ્મી પપ્પા એ વખતે તમારા ચહેરાને કદાચ સ્પષ્ટપણે ન પણ જોઈ શકે કારણ કે એ વખતે તેમની આંખો ઝળઝળિયાથી ભરાઈ આવી હોય.
જો આ પણ ન થઈ શકે તો પણ ડોન્ટ વરી, ધ લાસ્ટ ચાન્સ ટુ મેંઈક યોર ફેસ્ટીવલ ડિફ્રન્ટ.. બેસતા વર્ષની સવારે સૂર્યોદય થાય તે પહેલાં ઊઠી, ફ્રેશ થઈ ઘરની અગાશી કે ધાબા પર પહોચી જાવ. જેવો સૂર્ય ક્ષિતિજ પર ઊગતો દેખાય એટલે બંને હાથ એના તરફ ફેલાવી તેનું સ્વાગત કરો, બંધ પાંપણની પાછળ પથરાયેલી લાલાશમાં ઊગતા નવા વર્ષને કહો.. વેલકમ ડીયર..વેલકમ….! તમારું મન ચોક્કસ મોર બની થનગનાટ કરી ઉઠશે. જસ્ટ બીલીવ મી યાર..! હેવ અ હેપ્પી દીપાવલી..
દિવાળીની રાતે ઘરમાં લક્ષ્મીપૂજન થઈ ગયા પછી મોમ-ડેડને બાજુ-બાજુની ખુરશી પર બેસાડી તેમના પગ પાસે બેસી જાવ, તમારા બંને હાથની હથેળીઓમાં તેમના કરચલીવાળા હાથ લઈ એમની સામે જોઈ ખરા દિલથી માત્ર એટલું જ કહો કે ‘આય લવ યુ મોમ..આય લવ યુ ડેડ. મને ખ્યાલ છે કે તમે બંનેએ મારા માટે આજ સુધી કેટલું બધું કર્યું છે, અને હજુ પણ કરી રહ્યાં છો…! તમારું આ ઋણ હું ક્યારેય નહીં ભૂલું.’
વેરી ગુડ, દર વખતની માફક આ વખતે પણ રંગોળી કરવી, ઘરને શણગારવું, ફટાકડા ફોડવા, મનગમતું ખાવું પીવું અને બ્રાન્ડેડ કપડાં તથા એસેસરીઝ પહેરી મિત્રો સાથે સપાટા મારવા.. એ બધાની સાથે સાથે જો તમે કાંઈક એવું નવું કરવા માંગતા હોવ કે જે તમને ઈમોશનલી ટચ કરી જાય તો તે માટે કેટલીક ટીપ્સ આ રહી.
તમારા વોર્ડરોબમાં બિલકુલ નવા જેવું જ, પરંતુ તમને જે પહેરવું જરા પણ ન ગમતું હોય તેવું તમારું જીન્સનું ટ્રાઉઝર, ટી-શર્ટ અથવા તો શર્ટ કે જે ત્યાં પડ્યું પડયુ ફક્ત શોભામાં અભિવૃદ્ધી જ કરી રહ્યું હોય તેને પ્રેમથી બહાર કાઢો.. તેના પર બાઝેલી ધૂળ ખંખેરો. તેને પ્રેસ કરાવી, એક પ્લાસ્ટિક બેગમાં પેક કરી, ખૂબ જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તમારા કોઈ સગા કે સંબંધીના તમારા હમઉમ્ર સંતાનને તે પ્રેઝન્ટ કરી આવો. બેસતા વરસે જયારે એ તેને પહેરીને તમને મળવા આવશે ત્યારે તેને એ કપડામાં જોઈ તમારી સાલ ખરેખર જ મુબારક મુબારક થઈ જશે.!
અથવા તો ધનતેરસના દિવસે તમારી એ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જઈને મળો જેની સાથે કોઈ ગેરસમજણને લીધે તમારે આ વરસે જ અબોલા થયા હોય. ધનતેરસની એ ફાઈન મોર્નીન્ગે તેની સમક્ષ જઈ માત્ર એટલું જ કહો કે, હું આ વરસે આપણી વચ્ચે બનેલી એ ઘટના તદ્દન ભૂલી જઈ એક નવી શરૂઆત કરવા માંગું છું. એન્ડ આય નીડ યોર હેલ્પ… અને પછી તેને હળવેથી પૂછી જૂઓ કે, શું હું આ બેસતા વરસે તને અને તારા ફેમિલીને ન્યૂ યર વિશ કરવા આવી શકું? એ પછી જો જો કે આ બેસતું વરસ તમારા ફ્રેન્ડની યાદીમાંથી નીકળી ગયેલા એ નામને કેટલી ઝડપથી પાછુ ઉમેરી દે છે.
ઓ.કે., એ ન થઈ શકે તો તમારા ફટાકડાના કૂલ બજેટમાંથી માત્ર દશ ટકા રકમ જૂદી કાઢી તેમાંથી માત્ર નાના બાળકોને મજા પડે તેવા નિર્દોષ ફટાકડા ખરીદો અને તમારા શહેરની બહાર આવેલી ઝૂપડપટ્ટીમાં વસતા ગરીબ લોકો વચ્ચે જઈ એમના નાના બાળકોને પ્રેમથી આપી દો. શક્ય છે કે તેમાંનો એકપણ છોકરો તમારી હાઈસોસાયટીમાં ચિબાવલી સ્ટાઈલથી દર ત્રણ મિનિટે બોલાતું ‘થેંક્યુ’ ન પણ કહે.. પરંતુ તેના ચહેરા પર સાવ અણઘડ રીતે પ્રસરેલી ખુશી તમારા ચહેરા પર મુશ્કાન ન લાવી દે તો કહેજો.
આ પણ ના થઈ શકે તો ફરગેટ ઈટ.. દિવાળીની રાત્રે ફટાકડા ફોડતી વેળા અચાનક એક ફૂલજર તમારા વયોવૃદ્ધ દાદા કે દાદીમાના હાથમાં આપી દો અને તમારી કમર પર લટકતા લેટેસ્ટ મોબાઈલમાં એમનો ફોટો પાડો.. તેમના કરચલીવાળા ચહેરા પર વરસોથી જામેલો થાક એક જ પળમાં ઉતરી જશે. અને જો તમે એ વખતે એમના હરખાઈ ગયેલા ચહેરાને ધ્યાનપૂર્વક નીરખશો તો કદાચ એ ક્ષણ માત્ર તમારા મોબાઈલમાં જ નહીં પરંતુ તમારા આંતરમનમાં પણ ફ્રીઝ્ડ થઈ જશે.
નોટ પોસિબલ..! તો ચાલો એવું કરો, કે દિવાળીની રાતે ઘરમાં લક્ષ્મીપૂજન થઈ ગયા પછી મોમ-ડેડને બાજુ-બાજુની ખુરશી પર બેસાડી તેમના પગ પાસે બેસી જાવ, તમારા બંને હાથની હથેળીઓમાં તેમના કરચલીવાળા હાથ લઈ એમની સામે જોઈ ખરા દિલથી માત્ર એટલું જ કહો કે ‘આય લવ યુ મોમ..આય લવ યુ ડેડ. મને ખ્યાલ છે કે તમે બંનેએ મારા માટે આજ સુધી કેટલું બધું કર્યું છે, અને હજુ પણ કરી રહ્યાં છો…! તમારું આ ઋણ હું ક્યારેય નહીં ભૂલું.’ શક્ય છે દોસ્ત કે, તમારા મમ્મી પપ્પા એ વખતે તમારા ચહેરાને કદાચ સ્પષ્ટપણે ન પણ જોઈ શકે કારણ કે એ વખતે તેમની આંખો ઝળઝળિયાથી ભરાઈ આવી હોય. જો આ પણ ન થઈ શકે તો પણ ડોન્ટ વરી, ધ લાસ્ટ ચાન્સ ટુ મેંઈક યોર ફેસ્ટીવલ ડિફ્રન્ટ.. બેસતા વર્ષની સવારે સૂર્યોદય થાય તે પહેલાં ઊઠી, ફ્રેશ થઈ ઘરની અગાશી કે ધાબા પર પહોચી જાવ. જેવો સૂર્ય ક્ષિતિજ પર ઊગતો દેખાય એટલે બંને હાથ એના તરફ ફેલાવી તેનું સ્વાગત કરો, બંધ પાંપણની પાછળ પથરાયેલી લાલાશમાં ઊગતા નવા વર્ષને કહો.. વેલકમ ડીયર.. વેલકમ….! તમારું મન ચોક્કસ મોર બની થનગનાટ કરી ઉઠશે. જસ્ટ બીલીવ મી યાર..! હેવ અ હેપ્પી દીપાવલી..