બાકી રહેતા 135 કામદારોને ચુકવવાપાત્ર અંદાજે 4 કરોડ આગામી દિવસોમાં ચુકવાશે: કર્મચારીઓ આનંદવિભોર
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.29
તાલાલા પંથકની જીવાદોરી સમાન 13 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્રારા પુન: ધમધમતી કરવા ખેડૂતોની સંસ્થા ઈન્ડિયન પોટાશ લીમીટેડ કંપની 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી છે.સંસ્થા આગામી દિવસોમાં ખાંડ ઉત્પાદન શરૂૂ કરવા આગળ વધી રહી છે…. કંપનીએ સંસ્થાના કર્મચારીઓની 13 વર્ષથી બાકી રહેતી રકમ ચુકવવાને અગ્રતા આપી ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા ની ઉપસ્થિતિમાં આઈ.પી.એલ.યુનિટના જનરલ મેનેજર યોગેશકુમાર રાઠી દ્વારા કર્મચારીઓની બાકી રકમ રૂૂ.સાત કરોડ 24 લાખ ચૂકવવામાં આવતા કર્મચારી પરિવારોમાં ખુશી છવાઈ ગઈ છે. તાલાલા ખાંડ ફેક્ટરી બંધ થઈ ત્યારે સંસ્થામાં કામ કરતા 580 કામદારોની રૂૂ.11 કરોડ 20 લાખ રકમ બાકી હતી.આ પૈકી 445 કામદારોને ચુકવવાપાત્ર રૂૂ.સાત કરોડ 44 લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે જેમાં ગ્રેચ્યુઇટી-જમા રજા તથા પાંચ ટકા બેકારી ભથ્થાંનો સમાવેશ થાય છે…આ ઉપરાંત જમીન મહેસુલી કિરાયા ની બાકી રકમ રૂૂ.10 લાખ સીટી તલાટી કચેરીમાં ભરવામાં આવેલ…સંસ્થાના બાકી રહેતા 135 કામદારોને ચુકવવાપાત્ર રૂૂ.ચાર કરોડ રકમ પણ આગામી દિવસમાં ચુકવવા માટે વહીવટી કામગીરી પૂર્ણ થઈ હોવાનું ધારાસભ્ય તથા યુનીટ જનરલ મેનેજરે જણાવ્યું હતું.13 વર્ષથી પ્રતિક્ષા કરતાં કામદારોને દિવાળીના તહેવારો પહેલાં બાકી રકમ મળતા કામદારોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્ય,સંસ્થાના ચેરમેન તથા જનરલ મેનેજર નો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ચીફ એન્જિનિયર ડી.આર.ઓડેદરા,ચીફ કેમીસ્ટ કે.પી.સિંઘ,ઈનચાર્જ એમ.ડી.ચીનાભાઈ કામળીયા,એકાઉન્ટ એક્ઝિક્યુટિવ રામ દાતાર ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -
ખેડૂતો શેરડીનું વધુ વાવેતર કરે: ધારાસભ્ય
તાલાલા ખાંડ ફેક્ટરી આ વિસ્તારની જીવાદોરી સમાન છે.આ સંસ્થા કાયમી ધમધમતી રહે માટે વધુમાં વધુ રો મટીરીયલ્સ ની જરૂર પડશે.આ જરૂૂરીયાત પરીપૂર્ણ કરવા તાલાલા વિસ્તારના ખેડૂતોએ વધુમાં વધુ શેરડીનું વાવેતર કરી સંસ્થા તથા આ વિસ્તારના વિકાસમાં યોગદાન આપવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે અનુરોધ કર્યો હતો.
સક્ષમ કામદારોને કામ ઉપર લેવાશે: જનરલ મેનેજર
- Advertisement -
તાલાલા ખાંડ ફેક્ટરીમાં વર્ષો સુધી સેવા આપનાર અને સંસ્થા બંધ થતાં કામ વિહોણા થઇ ગયેલ કામદારો પૈકી જે કામદારો સક્ષમ હશે અને સંસ્થામાં કામ કરવા ઉત્સુક હશે તેવા અનુભવી કામદારો ને અગ્રતા આપી સંસ્થામાં લેવામાં આવશે તેમ કંપનીના જનરલ મેનેજર યોગેશકુમાર રાઠી એ જણાવ્યું હતું.
આઈ.પી.એલ.કંપની 10 ખાંડ ફેકટરી ચલાવે છે
તાલાલા ખાંડ ફેકટરી 30 વર્ષના ભાડાપટ્ટે રાખનાર ઈન્ડિયન પોટાશ લીમીટેડ કંપની(નવી દીલ્હી) કુલ દશ ખાંડ ફેકટરી ચલાવશે જેમાં ઉત્તરપ્રદેશ માં છ,ગુજરાતમાં ત્રણ,આસામમાં એક નો સમાવેશ થાય છે.તાલાલા ખાંડ ફેક્ટરી 13 વર્ષ બાદ પુન: ધમધમતી કરવા સંસ્થાના કામદારોની બાકી રકમ,ફેક્ટરી નું સંપૂર્ણ રીનોવેશન પાછળ આઈ.પી.એલ.કંપની એ અંદાજે રૂૂ.100 કરોડ જેવો ખર્ચ કરી તાલાલા પંથકની છીનવાઈ ગયેલ રોનક અને સમુધ્ધી ફરી લાવવા યોગદાન આપ્યું છે.