અધિક શ્રાવણ માસના શનિવાર નિમિત્તે
લાખો ભક્તોએ દર્શનનો લહાવો લીધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અધિક શ્રાવણ માસના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને નાડાછડી, ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરાયો છે.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ શણગાર કરાયો હતો. સવારે 05:30 વાગ્યે મંગળા આરતી તથા 7:00 વાગ્યે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે, અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.