મારૂતિ યજ્ઞનું પણ આયોજન, બહોળી સંખ્યામાં ભકતોએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
મહાપ્રતાપી બાલાજી દાદા સત્ય છે રાજકોટ વાસીઓના દુ:ખ દૂર કરતા દાદા એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ,આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી દાદાને ગુલાબ તેમજ રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે અને મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેનો પણ બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો,અહીં આજે હજારો ભક્તો દાદાના દર્શનનો તેમજ રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો લાભ લેશે આપ પણ પરિવાર સાથે બાલાજી દાદાના દર્શને પધારી ધન્યતાની અનુભૂતિ કરો તેમ બાલાજી મંદિરની યાદીમાં જણાવાયું છે