ગામના તમામ પ્રશ્નોનો જેવાકે રોડ-રસ્તા રીપેરીંગ, સિંચાઈ, શાળા અને આંગણવાડી, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ અને મનરેગા સબંધિત પ્રશ્નોના હલ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના અને માર્ગદર્શન આપતા પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદર
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે સોળ(૧૬) ગામોમાં યોજાયેલ લોકદરબારમાં વિવિધ ચેકડેમ અને તળાવના રીપેરીંગ અને ઊંડા ઉતારવાના પ્રશ્નોને હલ કરવા અગત્યતા આપવામાં આવી છે અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ સ્થળ પર જ આપવામાં આવી હતી.
- Advertisement -
તારીખ ૧૮ અને ૧૯ જૂન ૨૦૨૧ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરે (૧) બેડલા (૨) મઘરવાડા (૩) સાઇપર (૪) ગુંદા (૫) બારવણ (૬) ચાચડીયા (૭) જામગઢ (૮) મેસવડા (૯) પારેવાળા (૧૦) કુચીયાદડ (૧૧) બામણબોર (૧૨) રામપર બેટી (૧૩) હિરાસર (૧૪) નવાગામ (બામણબોર) (૧૫) ગુંદાળા અને (૧૬) ગારીડા ગામોની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાતનો હેતુ ગામના તમામ પ્રશ્નોનો જેવાકે રોડ-રસ્તા રીપેરીંગ, સિંચાઈ, શાળા અને આંગણવાડી સબંધી પ્રશ્નો, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ સંબંધી પ્રશ્નો તેમજ મરેગા સબંધિત પ્રશ્નોના હલ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના અને માર્ગદર્શન આપીને ગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે.
- Advertisement -
આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અક્ષેશભાઈ વામજા, IRD શાખાના મનરેગા વિભાગના શ્રી મયુરભાઈ ગોંડલીયા અને શ્રી નીરવભાઈ પટેલ, પશુધન નિરીક્ષકશ્રી(ત્રંબા) મેહુલ એન રામાણી, ગ્રામ સેવક ડાયાલાલભાઈ વગેરે અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન ભરતભાઈ ગોહેલ(બેડલા), રાજાભાઈ ચાવડા(બેડી), સંજયભાઈ રંગાણી(કુવાડવા), તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભીખાભાઇ ગોવાણી(બેડલા) , ગઢકા ગામના સરપંચશ્રી કેયુરભાઈ ઢોલરીયા તેમાંજ આગેવાનો કિશોરભાઈ બોદર, નાથાભાઈ સોરાણી, સી ટી પટેલ વગેરે પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા અને તમામ પ્રશ્નો હલ કરવામાં માટે પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સરપંચશ્રી અને ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લઈને નવા કામોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં બેડલા ગામ ખાતે આજરોજની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી અવનીબેન રામાવત, જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન ભરતભાઈ ગોહેલ, તાલુકા પંચાયત સદસ્ય ભીખુભાઇ ચોથાભાઈ ગોવાણી, સરપંચ ભારતીબેન કિશોરભાઈ બોદાર તેમજ ગામના આગેવાનો મુળજીભાઈ બોદર, કિશોરભાઈ બોદર, ધીરુભાઈ રામાણી, નાથાભાઈ સોરાણી, દેવશંકર ચાવ, પ્રવીણભાઈ રામાણી, વીરજીભાઈ રાઠોડ, શંભુભાઈ રામાણી, દીપકભાઈ સોરાણી, અનિલભાઈ રાવળદેવ, વિઠ્ઠલભાઈ બોદર, જેન્તીભાઇ મકવાણા, દલાભાઈ મકવાણા, અરજણભાઈ બોદર, મનુભાઈ બોદર, ભાવુભાઇ સોરાણી, નારણભાઇ ગોવાણી, ફરશુરામ દેસાણી, મેહુલભાઈ રામાણી, જગદીશભાઈ બોદર, અરવિંદભાઈ પાટડીયા, બચુભાઈ રાવળદેવ, અમિતભાઇ સોરાણી, રાવજીભાઈ ધનવાલીયા, ઘનશ્યામભાઈ નારણભાઇ રાજપરા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
તેમજ મઘરવાડા ગામના અનેક પેન્ડિંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી વી કે ભટ્ટ, સરપંચ શ્રી રામજીભાઈ રાઠોડ, ગામના અન્ય આગેવાનો ધીરૂભાઈ સોજીત્રા, વશરામભાઇ રાઠોડ, દુર્ગેશ વ્યાસ, જગદીશભાઈ વ્યાસ, રૂડાભાઈ રાઠોડ, શૈલેષભાઇ ગોહેલ, રીકીનભાઈ ટોળીયા, જયેશભાઇ ટોપીયા, પીન્ટુભાઇ પાટડીયા, હિતેષભાઇ ટોપીયા, કમાભાઈ રાઠોડ, રમેશભાઈ ટોપીયા, ગિરધરભાઈ લીંબાસીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
ત્યારબાદ સાઇપર ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટીમંત્રી એસ એમ રાણા, સરપંચ શ્રીમતી અરુણાબેન પરમાર, ગામના અન્ય આગેવાનો અમૃતભાઈ પરમાર, કનાભાઇ ભાંખર, દામજીભાઇ આસોદરીયા, શૈલેષભાઇ આસોદરીયા, રઘુભાઇ ટોલીયા, સુરાભાઈ સભાડ, આલાભાઈ સભાડ, પ્રેમજીભાઈ ભાખર, દિનેશભાઇ ટોલીયા, અરવિંદભાઈ ભલગામીયા, જીતેન્દ્ર આસોદરીયા, મેરાભાઈ ટોલીયા, પાંચાભાઇ ટોલીયા, મૈસુરભાઈ ટોલીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
આ તકે ગુંદા ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી શ્રી એન એચ બગડાઈ, આચાર્ય શ્રી રંજનબેન ટાઢાણી, સરપંચ પારૂલબેન અગ્રાવત, ગામના આગેવાનો સુરેશભાઈ રૈયાણી, જીતુભાઇ રૈયાણી, બાબુભાઇ રૈયાણી, મુકેશભાઈ રૈયાણી વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
તેમજ બારવણ ગામના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ સાથે તલાટી મંત્રી ડી કે મેઘનાથી, શાળા પ્રિન્સિપાલ કિરીટસિંહ વાળા, સરપંચશ્રી ભગવાનજીભાઈ સાકરીયા, ગામના અન્ય આગેવાનો ભગતભાઈ સાકરીયા, પાંચાભાઇ ભડાલીયા, ભગાભાઇ મકવાણા, ચોથાભાઈ સોરાણી, મગનભાઈ સાકરીયા, વિનુભાઈ સોરાણી, કેશાભાઈ મકવાણા, દેવાભાઇ સોરાણી, નાથાભાઈ ચુડા, વિઠ્ઠલભાઈ સાકરીયા, ડાહ્યાભાઈ ચુડા, મેહુલભાઈ સાકરીયા, મનસુખભાઇ મકવાણા, ગેલાભાઇ સાકરીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
ત્યારબાદ ચાચડીયા ગામના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી કે પી વાડોલિયા, સરપંચ શ્રી નાનજીભાઈ કુમારખાણીયા, ગામના અન્ય આગેવાનો નાથુભાઈ કુમારખાણીયા, કનુભાઈ દાણીધારીયા, રાયાભાઈ કુમારખાણીયા, ભનુભાઇ, અરવિંદભાઈ કુમારખાણીયા, સંજયભાઈ કુમારખાણીયા, શંભુભાઈ કુમારખાણીયા, રમેશભાઈ કુમારખાણીયા, જયસુખભાઇ દાણીધારીયા, સંજયભાઈ કુમારખાણીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
આ તકે જામગઢની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી કે પી વાડોલિયા, સરપંચ લાડુબેન રાજાણી, ગામના અન્ય આગેવાનો ઘુસાભાઇ રાજાણી, સંજયભાઈ વાવડીયા, કુરજીભાઈ મેટડીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
તેમજ મેસવડા ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં તલાટી મંત્રી વી જી ચાવડા, સરપંચ હસમુખભાઈ લીંબાસીયા, ગામના અન્ય આગેવાનો દલસુખભાઈ જાગાણી, મીઠાભાઇ, મનસુખભાઇ જાદવ વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
પારેવાળા ગામના પ્રશ્નો વિષે સ્થળ પર જ સરપંચ શ્રીમતી કંચનબેન ઘોરડીયા, તલાટી મંત્રી શિલ્પાબેન પલાળીયા, ગામના આગેવાનો જગદીશભાઈ ગોહેલ, છગનભાઇ ડાભી, ગોરધનભાઈ ગોહેલ, સુરેશભાઈ લીંબડીયા, જેન્તીભાઇ માલકિયા, મીઠાભાઇ માલકિયા, મુકેશભાઈ ડાભી, દેવાભાઇ ચાવડા, માધાભાઇ માલકિયા, દીપકભાઈ જાધવ, અરવીંદભાઈ વાળા, કિશોરભાઈ લીંબડીયા, શૈલેષભાઇ જાધવ, મગનભાઈ કુંભાણી, અરવિંદભાઈ ધોરાવીયા, જેસાભાઇ ચાવડા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
કુચીયાદડ ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી શ્રી વી જી ચાવડા, સરપંચ હરેશભાઇ આશોદરિયા, ગામના આગેવાનો ચકુભાઇ અજાણી, ભગાભાઇ અજાણી, અમરશીભાઇ મેવાસીયા, વિપુલભાઈ ચૌહાણ, વિહતુભાઇ અજાણી, મુકેશભાઈ ભટ્ટી, ભીખાભાઇ અજાણી, ચંદુભાઈ રોલેસિયા, નાથાભાઈ મકવાણા, રસિકભાઈ ડાભી, મહેશભાઈ ચૌહાણ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
બામણબોર ગામના અનેક પેન્ડિંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી વી એમ ગોયલ, સરપંચ શ્રીમતી રમાબેન રાઠોડ, ગામના અન્ય આગેવાનો શૈલેષભાઇ ગાંધી, વિપુલભાઈ રાઠોડ, હરેશભાઇ રાઠોડ, ભુપતભાઇ બાવળીયા, ભાભલુભાઈખાચર, રામુભાઇ માલા, પ્રવીણભાઈ સારદિયા, ભરતભાઈ માલા, રાજેશભાઈ ખાચર, ગભરૂભાઇ ખાચર, રાજુભાઈ ગમારા, પ્રવીણભાઈ સુસરા, ભીખુભાઇ સુસરા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
રામપર બેટી અને હિરાસર ગામના વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટીમંત્રી કે બી લાવડીયા, સરપંચ શ્રીમતી જ્યોત્સ્નાબેન ભલગામડિયા, આચાર્ય નિપુપાબેન સોલંકી, ગામના અન્ય આગેવાનો ખીમજીભાઈ ભલગામડિયા, અમરશીભાઇ મીણીયા, દેવરાજભાઇ પોપટભાઈ, કાળુભાઇ સુરાભાઇ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
નવાગામ(બામણબોર)ના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી એ જી વીરડા, સરપંચ શ્રીમતી માલુબેન ગમારા, ગામના અન્ય આગેવાનો જીલુભાઈ ભગાભાઇ, અમરશીભાઇ બાવળીયા, પ્રેમશીભાઈ બાવળીયા, ગોકળભાઇ આલ, વશરામભાઇ રણછોડભાઈ, ભાનુબેન શેખ, ખીમાભાઇ આલ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
ગુંદાળા ગામના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ સાથે તલાટી મંત્રી એ જી વીરડા, સરપંચ શ્રીમતી માલુબેન ગમારા, ગામના અન્ય આગેવાનો જીલુભાઈ ગમારા, બુટાભાઈ ગમારા, ભુપતભાઇ ગમારા, રાજાભાઈ ગમારા, ભલાભાઈ ગોરીયા, લલિતભાઈ ગોરીયા, રસિકભાઈ ગોરસાણીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
ગારીડા ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી વી એમ ગોયલ, સરપંચ ભુપતભાઇ વાંટીયા, ઉપસરપંચ બિજલ પ્રેમજી ધાડવી, ગામના આગેવાનો સવા લીંબા વાંટીયા, વીરા લીંબા વાંટીયા, અરજણ ધમા વાંટીયા, હરેશ માવજી ધાડવી, રઘા બેચર ધાડવી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.
આ કાર્યક્રમમાં બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે સર્વે આગેવાનો અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને આવીજ રીતે લોકસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી.
ભુપતભાઈ બોદર