સોના-ચાંદીના દાગીનાં સહિત ચોરીનો કુલ 1.49 લાખની મત્તા જપ્ત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ ઇશમ ચોરીની ચીજ વસ્તુઓ વેચાણ માટે લઈ જતો હોવા અંગેની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, અજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ રાઠોડ, દશરથભાઈ રબારી સહિતનો દ્વારા ઘરફોડ ચોરીના દાગીના વેચાણ માટે જતા મહેશ ઉર્ફે મસો રમેશભાઈ સરવૈયા રહે: દુધરેજ વાળાને ઝડપી લઇ તેની પાસેથી સોનાના બે ચેન, સોનાની બૂટી, સોનાની બંગડી, સોનાના પાટલા, સોનાની ત્રણ વીટી, ચાંદીનો તુલસી ક્યારો, ચેન અને જુડો સહિત કુલ 1,49,750 રૂપિયાની મત્તા જપ્ત કરી પૂછપરછમાં પોતે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલાત આપતા એન્ડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો.