જૂનાગઢમાં કોવિડ-19ના નિવારક પગલાં અને સાવચેતી માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા કલેક્ટર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કોવિડ-19ના નવા વેરિયન્ટને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયાર અને સંતર્ક છે. આ માટે કલેક્ટર રચિત રાજ કોવિડ-19ના નિવારક પગલાં અને સાવચેતી માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના સહિત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લામાં કોવિડ-19ના નવા વેરિયન્ટના ફેલાવાને રોકવા માટે મહત્તમ જરૂરી સાવચેતી અને નિવારક પગલાં લેવા માટેની સમીક્ષા કરવામાં આવી હતી. કોવિડ 19 સંબંધિત સલામતી અને સાવચેતી સુનિશ્ચિત કરવા તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અને જો ચેક-અપમાં કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. જિલ્લામાં કોવિડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને નોન-ઓક્સીજીન બેડ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સારી રીતે કામ કરી રહ્યા હોવા અને ઉપયોગ માટે તૈયાર છે. તે બાબતે પણ જાણકારી મેળવવામાં આવી હતી. મીડિયા દ્વારા પણ નાગરિકોને કોવિડ સંબંધિત ખોટી માહિતી, ખોટી અફવાઓ અને ફેક ન્યુઝથી દૂર રહેવા ન ફેલાવવા અપીલ કરી હતી. જિલ્લામાં રસીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી, તમામ ઝઇંઘ, ખઘ ને સુનિશ્ચિત કરવા સૂચના આપી કે કોઈ પણ નાગરિક રસીકરણના ત્રીજા ડોઝ વંચિત ન રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પરીક્ષણ પછી તંત્ર જીનોમ સિક્વન્સિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અસરગ્રસ્ત દર્દીઓને અલગ કરવા માટે પણ તૈયાર છે. જરૂરિયાત જણાય તો રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રીનીંગ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં નવા કોવિડ વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર અને સતર્ક છે. આરોગ્ય ટીમ પણ યોગ્ય માળખાકીય સુવિધાઓ અને યોજનાબદ્ધ રીતે આત્મવિશ્વાસ સાથે કામ કરવા માટે સક્રિય છે. જિલ્લા વહીવટી તંત્ર કોવિડ મેનેજમેન્ટ માટે એસઓપી પર પહેલેથી જ કામ કર્યું છે. ઉપરાંત હોસ્પિટલો પણ સ્ટેન્ડ-બાય ડોકટરોની ટીમ સાથે તૈયાર રાખવામાં આવી છે.