ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ સીટી અને પર્યાવરણ પ્રેમી રામ ભકતના સહયોગથી દર રવિવારે સવારે 10 થી 12 દરમ્યાન શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે યોજાતા નિ:શુલ્ક ચકલીના માટીના માળા, કુંડા, રોપા, છોડનું વિતરણ વન વિભાગના સેવા નિવૃત વન અધિકારી હરેશભાઈ દવે, કિશોરભાઈ ધનજીભાઈ કારીઆ, હસુભાઈ ગણાત્રા, રાકેશભાઈ ગુણવંતરાય દવેના વરદ હસ્તે કરવામાં આવશે. વ્યક્તિ દીઠ 1 રોપા/છોડ, ચકલીના માટીના માળા અને કુંડા આપવામાં આવશે.



