આ સનદથી જરૂરિયાતમંદ લાભાર્થીઓના ઘરમાં સાચા અર્થમાં
દિવાળીની ઉજવણી થશે – કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.30
ધનતેરસના પવિત્ર દિવસે ક્લેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જામવાળા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના જામવાળા, જૂના ઉગલા અને નવા ઉગલા ગામનાં 23 લાભાર્થીઓને મફત પ્લોટની સહાય બાબતે સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ 4 ગામો ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ છે, તે ગામોમાં તાલુકા લેન્ડ કમિટી દ્વારા મંજૂર કરાયેલાં 23 લાભાર્થીઓને મફત પ્લોટનો હુકમ અને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ લાભાર્થીઓને હવે ઙખઅઢ અંતર્ગત રૂૂ. 1,20,000, મનરેગા યોજના અંતર્ગત આશરે રૂૂ. 17,000 અને જઇખ યોજના અંતર્ગત શૌચાલય અને બાથરૂૂમ સહાય તથા અન્ય લાભો મળવાપાત્ર થશે. આ સિવાય કલેક્ટર દ્વારા ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ આ ગામમાં આંગણવાડી માટેની જમીન ફાળવણીનો હુકમ અર્પણ કરી કલેકટર ની ગ્રાન્ટમાંથી આંગણવાડી માટે રૂૂ. 12 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યારે દિવાળીના નવલા પર્વની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે આજે આ સનદના વિતરણ દ્વારા આ જરૂૂરિયાતમંદ લાભાર્થીઓના ઘરમાં સાચા અર્થમાં દિવાળીની ઉજવણી થશે.