ઇન્ડોરસ્ટેડિયમમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો સહિતની રમતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સરગમ ક્લબ સંચાલિત ઇન્ડોર સ્ટેડીયમમાં ચાલતી પ્રવૃતિમાં જોડાવા માંગતા લોકોએ છ માસની ફી ની તા. 1/04/2025 થી 3/09/2025 ની મેમ્બરશીપ ભરવાનું ચાલુ થયેલ છે. તા. 15/03/25 થી 27/03/25 સુધી માં જુના સભ્યોએ પોતાની મેમ્બરશીપ રીન્યુ કરાવી તેમજ તા30/03/25 ના રવિવાર ના રોજ સવાર ના 8 થી 10 વાગ્યા સુધીમાં નવા ફોર્મ ભરી દેવા અને જો જગ્યા હશે તો લેવામાં આવશે સરગમ ક્લબ દ્રારા અનુરોધ કરાયો છે.
- Advertisement -
સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં જણાવ્યા અનુસાર, વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમમાં ચાલતી બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, કેરમ, સહિતના વિવિધ વિભાગમાં ચાલવામાં આવે છે. બેડમીન્ટન વિભાગમાં શીખાઉ બેચનો સમય સવારે 9 થી રાત્રી ના 8/30 સુધી રહેશે. બેડમિન્ટનના સ્પેશીયલ કોચ મારફત ક્લાસ રહેશે જેની નોંધ લેવી. ઈન્ડોર સ્ટેડીયમનાં વિવિધ વિભાગોમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, કેરમ, વગેરે રમતો તો રેગ્યુલર ચાલે જ છે. તેમજ લેડીઝ હેલ્થ ક્લબમાં પણ પ્રવેશ કાર્યવાહી
ચાલુ છે.
મેમ્બરશીપની છ મહિનાની ફી
બેડમિન્ટન ફી – 1500/-, જિમ ફી ભાઈઓ – 1180/-, ટેબલટેનીસ ફી – 750/-, લેડીઝ હેલ્થ ફી – 800/- ટેકવોન્ડો ફી – 500/-, જિમ્નાસ્ટિક ફી – 600/-, કેરમ ફી – 400/-, જૂડો ફી – 400/- આ બધી જ રમત ની ફી છ માસની રહેશે. વધુ માહિતી તથા પુછપરછ માટે ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યાલયનો સવારના 9/00 થી 12/00 સાંજે 5/00 થી 8/00 દરમિયાન ફોન નં. 0281 – 2477555 ઉપર અથવા રૂબરૂ ઓફિસે નો સંપર્ક સાધવા જણાવાયું છે. ખાસ જાણ માટે ગુજરાત સરકાર તથા રાજકોટ મહાનગરપાલિકા ની ગાઈડ લાઈન પ્રમાણે સમયે સમયે ચુસ્ત પાલન કરવાનું રહેશે. જેની ખાસ નોંધ લેશો. ઈન્ડોર સ્ટેડીયમની સમગ્ર વ્યવસ્થા સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ જયેશભાઈ વસા, કૌશિકભાઈ સોલંકી, જયદિપસિંહ જાડેજા સહિતના સંભાળી રહ્યા છે.