ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
ગુજરાત રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદને કારણે ઉદભવેલી વિષમ પરિસ્થિતિને લઈને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાની ભાવના સાથે ટઢઘ સંસ્થાના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા દેશ વિદેશમાં કાર્યરત VYO સંસ્થાના પરિવારોને કરાયેલ અપીલને ધ્યાનમાં લઇ VYO શ્રી નાથધામ હવેલી તેમજ ટઢઘ રાજકોટ શહેર કમિટી દ્વારા આજરોજ શહેરના રૈયાધાર અને લક્ષ્મીનગર વિસ્તારના જરૂરિયાત મંદ પરિવારોને 2000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ આગામી દિવસોમાં પણ વિતરણ ચાલુ રહેશે.
- Advertisement -
પૂજ્ય શ્રી દ્વારા માનવ સેવા માટે ની અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે ત્યારે હાલમાં ગુજરાત રાજ્ય ભરમાં અતિ વર્ષા ના કારણે ઉદ્દભવેલી વિષમ પરિસ્થિતિ ને લઈને અસરગ્રસ્તો માટે 5 લાખ ફૂડ પેકેટ પુરા પાડવા નું ઉમદા કાર્ય ટઢઘ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે . આ અણધારી આવી પડેલ વિપદામાં કોઈપણ શહેરીજન માનવસેવા ના આ ઉમદા કાર્ય માં ટઢઘ સંસ્થાના માધ્યમ દ્વારા સહયોગ આપી શકે છે.