બાઈક એમ્બ્યુલન્સની પણ પ્રથમવાર સુવિધા ઉપલબ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આરોગ્ય તંત્ર દ્વારા પ્રથમ વાર સેવાભાવી સંસ્થાઓ અને ભવનાથમાં અન્ય ધાર્મિક સંસ્થાઓને પ્રથમ વાર ફર્સ્ટ એડ કીટ એટલે કે, તાવ, શરદી, પેટ તથા માથાના દુ:ખાવા તથા ઝાડ-ઉલટી વગેરે માટે જરુરી પ્રાથમિક દવાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે દવા લેવા માટેની માર્ગદર્શક સૂચનાઓ અને ઈમરજન્સી સંપર્ક નંબર સાથેનું પેમ્પ્લેટ પણ આપવામાં આવ્યું છે.
- Advertisement -
ભવનાથ અને મેળાના સાંકડા વિસ્તારમાં કે ભીડભાડને કારણે મોટા વાહનો જઈ નથી શકતા તે તે માટે પણ મહાશિવરાત્રિના મેળામાં પ્રથમવાર બુલેટ એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. જેનાથી ઈમરજન્સીની સ્થિતિમાં ડોક્ટર સાથે દર્દી સુધી પહોંચી શકશે અને જરુરી સારવાર આપવામાં આવશે.વધુ સારવારની જરુરિયાત જણાય તો દર્દીને બુલેટમાં લઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવશે. આ માટે ત્રણ બુલેટ રહેશે.