ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ખેડૂતોને સર્ટી. બિયારણ,ખાતર, દવા, પશુઆહાર તેમજ ફ્રુટ, કઠોળ,તેમજ તેલીબિયા જેવી ખેતપેદાશોને લગતી વસ્તુઓ ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના હસ્તે કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વંથલી તાલુકો ખેતી ક્ષેત્રે ખાસ કરીને બાગાયતી ખેતી માટે પ્રખ્યાત હોય ખેડૂતોને જરૂરી વસ્તુઓ આસાનીથી મળી શકશે.
આ ઉદ્ધાટન પ્રસંગે એન.એમ.ગજેરા, દિલીપભાઈ વાણીયા, સંજયકુમાર,જીતુભાઇ રોજીવાડિયા, દિવાનભાઈ ત્રાંબડિયા, વલ્લભભાઈ વામજા, અશોકભાઈ ટીલવા તેમજ વંથલી તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.