કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પ્રાંત અધિકારી જી.વી.મીયાણીના સંકલન હેઠળ રંગપર ,ખારચીયા અને નાની પરબડી ખાતે સેવા સેતુ ના કાર્યક્રમો યોજાયા.
રાજકોટ તા.૨૨ રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં નાગરિકોની વિવિધ અરજીઓનો ઘર આંગણે જ નિકાલ થાય તે માટે અન્ય જિલ્લાઓની જેમ રાજકોટ જિલ્લામાં પણ આજે સેવા સેતુના કાર્યક્રમોમાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
- Advertisement -
કલેકટર અરુણ મહેશ બાબુ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકામાં પણ સેવા સેતુના કાર્યક્રમો યોજાયા હતા.
ધોરાજી પ્રાંત હેઠળ આવતા ધોરાજી જામકંડોરણા અને ઉપલેટા તાલુકામાં વિવિધ ગામો જેવા કે ખારચીયા, રંગપર અને નાની પરબડી ગામે સેવા સેતુ ના કાર્યક્રમોમાં તાલુકા પંચાયતના પ્રમુખો સભ્યો તેમજ અગ્રણીઓમાં ગોવિંદભાઈ રાણપરીયા, ભાનુબેન સહિતના અગ્રણીઓ અને પ્રાંત અધિકારી જી.વી. મિયાણી તેમજ સંબંધિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
ખારચીયા ગામે ૧૨૯૫ અરજીઓનો તેમજ નાની પરબડી ગામે ૧૯૫૫ અને રંગપર ગામે ૧૮૧૭ અરજીઓનો નિકાલ કરી નાગરિકોને સ્થળ પર સેવા આપવામાં આવી હતી. આમ આજે ધોરાજી પ્રાંત વિસ્તારમાં ૫૦૬૫ અરજીઓનો નિકાલ કરી કામગીરી કરવામાં આવી હતી. સેવા સેતુના કાર્યક્રમમાં સ્થાનિક ગામ તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના કર્મચારીઓ એ પણ સહયોગ આપ્યો હતો.



