વિશ્વમાં જીવલેણ બનતું હવામાન : તીવ્ર ગરમી – વરસાદ – પુરથી અનેકના મોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એશિયાઈ દેશો ગરમીથી તપી રહ્યા છે તો બ્રાઝીલ-અમેરિકામાં ધોધમાર વરસાદની સાથે ઘોડાપુર આવ્યા છે. એશિયાઈ દેશોમાં ગરમીથી જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો છે અને અનેક લોકોના મોત થયા છે તો બ્રાઝીલ-અમેરિકામાં ભારે વરસાદ અને પુરથી સેંકડો લોકોના જીવ ગયા છે.
ગરમીથી તપતા એશિયાઈ દેશો ભારત સહિત એશિયાઈ દેશો હીટવેવનો સામનો કરી રહ્યા છે. જેથી સંખ્યાબંધ લોકોના મોત નિપજયા છે. આથી ખેતી પાકોને પણ નુકશાન થયું છે. થાઈલેન્ડ અને બાંગ્લાદેશમાં ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારતના દક્ષિણી ભાગો ભીષણ ગરમીની ઝપટમાં આવી ગયા છે, જયારે ઉતરમાં પહાડી રાજય ઉતરાખંડ જંગલની આગનો સામનો કરી રહ્યા છે.
ઉતરાખંડમાં કુમાઉના જંગલોમાં રવિવારે 22 જગ્યાએ આગની ઘટનાઓ બની છે. જેમાં 34.49 હેકટર જંગલ આગની ઝપટમાં આવી ગયા છે. શનિવારે જંગલની આગ દ્વારા હાટના દૂનાગિરિ મંદિર સુધી પહોંચી ગઈ છે. આથી મંદિરની દિવાલોને હળવું નુકસાન પહોંચ્યું છે, જયારે ટીન શેડ સળગી ગયા છે.થાઈલેન્ડમાં ગરમીથી 30ના મોત: પાક નષ્ટ થાઈલેન્ડમાં હિટસ્ટ્રોકથી 30 લોકોના મોત થયા છે. ખેતી પાકો નષ્ટ થયા છે. કમ્બોડીયામાં ગત સપ્તાહે એક સૈન્ય મથક પર ગરમીના કારણે દારૂગોળામાં વિસ્ફોટો થતા 20 સૈનિકો માર્યા ગયા હતા.
બાંગ્લાદેશમાં સૌથી ગરમ મહિનો એપ્રિલ રહ્યો બાંગ્લાદેશમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક ગરમી રહી હતી. જયારે મ્યાનમારમાં ચોક શહેરમાં તાપમાન 48.2 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ભારત: 1954 બાદ કોલકાતા સૌથી ગરમભારતમાં કોલકાતામાં તાપમાન 43 ડીગ્રી સેલ્સીયસે પહોંચી ગયું હતું. જે 1954 બાદ સૌથી વધુ હતું. બ્રાઝીલ-અમેરિકામાં ભારે વરસાદથી ઘોડાપુર જયારે બીજી બાજુ બ્રાઝીલ-અમેરિકામાં ભારે વરસાદને પગલે પુર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને કેટલાય લોકોના જીવ ગયા હતા. આ ઉપરાંત આફ્રિકી દેશો- ઈન્ડોનેશિયા, હૈતી, કેન્યા, સોમાલિયા, ઈથિયોપિયા, રવાન્ડા, યુગાન્ડા, બુરુડીમાં વરસાદ અને પુરના કારણે સેંકડો લોકોના મોત થયા હતા.
- Advertisement -
બ્રાઝીલના દક્ષિણી રાજય રિયો ગ્રાન્ડે ડીસૂલમાં ભારે વરસાદથી 60 લોકોના મોત થયા છે. 101થી વધુ લોકો લાપતા બન્યા છે. રેકોર્ડ બ્રેક પુરથી અનેક શહેરો તબાહ થયા છે. હજારો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. બ્રાઝીલમાં 80 વર્ષનું સૌથી ભીષણ પુર છે. કેન્યામાં વરસાદથી 228 લોકોના જીવ ગયા આફ્રિકી દેશ કેન્યામાં ભારે વરસાદ બાદ આવેલા પુરથી અત્યાર સુધીમાં 228 લોકોના મોત થયા છે. ટાંઝનિયામાં વરસાદ-પુરથી 115 લોકોના મોત થયા છે અને બે લાખ લોકોને અસર થઈ છે. અમેરિકામાં ભારે વરસાદથી હ્યુસ્ટનના વિસ્તારો જલમગ્ન હ્યુસ્ટનમાં શનિવારે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બચાવ દળોએ 400 લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. 122 જેટલા પાળતુ પશુઓને પણ બચાવાયા હતા.
ભારતમાં ઉત્તરાખંડના જંગલોની આગ મંદિરો સુધી પહોંચી: થાઈલેન્ડમાં ગરમીએ 30 લોકોના જીવ લીધા, ખેતી પાક નષ્ટ: બાંગ્લાદેશમાં રેકોર્ડબ્રેક ગરમી: બીજી બાજુ બ્રાઝિલ-અમેરિકામાં ધોધમાર વરસાદ – પુરથી જનજીવન અસ્ત વ્યસ્ત