ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં ધાર્મિક ઉન્માદને લઇ ચાલી ગયેલી અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ કાશ્મીર ફાઇલ્સે અમેરિકામાં પણ ધૂમ મચાવી છે. આ ફિલ્મ માટે સર્જક વિવેક અગ્નિહોત્રીને અમેરિકાના એક સ્ટેટનું સન્માન મળ્યું છે. વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પરના રેકોર્ડ તોડયા છે. હજુ ફિલ્મે 250 કરોડની કમાણી કરવાની બાકી છે આ ફિલ્મ દેશ-વિદેશમાં પણ લોકપ્રિય બની છે. વિવેક અગ્નિહોત્રીએ સોશ્યલ મીડિયા પર તેમને મળેલા સમ્માનપત્રની માહિતી શેર કરી. જેમાં લખ્યું કે… ધ કશ્મીર ફાઇલ્સના રાઇટર અને ડાયરેકટર, બન્ને જ વખાણને લાયક છે. તમારી આ ટેલન્ટે નિ:શંક લોકોને ખુશી આપી છે. વાસ્તવમાં તમે એક એવી ફિલ્મ બનાવી, જે યૂનિવર્સલ અપીલ છે. આ ફિલ્મ મહત્વની ઐતિહાસિક ઘટના પર આધારિત છે.



