- ઘરની ધોરાજી! : રાજકુમાર કોલેજે ફીમાં બેફામ વધારો કર્યો
- 20%ના વધારા બાદ વાર્ષિક ફી 1.50 લાખ આસપાસ થઈ ગઈ
- સ્કૂલોના ફી વઘારાને જોતા ભાર વિનાનું ભણતર વાલીઓ માટે કલ્પના માત્ર બન્યું
મોંઘવારીના નામે લોકો મનફાવે તેમ ભાવધારો કરી રહ્યા છે. વહેતી ગંગામાં અમને પણ લાભ મળે તેવી સ્વાર્થ વૃતિ સાથે રાજકોટ શહેરની જાણીતી એવી રાજકુમાર કોલેજે પણ પોતાના હાથ સાફ કર્યા છે. રાજ્ય સરકારના FRC (ફી રેગ્યુલેટરી કમિટિ)ના નિયમોનો ઉલાળ્યો કરીને રાજકુમાર કોલેજે ધોરણ 1 થી 6માં સીધો 20 ટકાનો ફી વધારો કર્યો છે. FRCના નિયમો મુજબ કોઈપણ શાળા રેગ્યુલર ફીમાં 10 ટકાનો વધારો કરી શકે છે. પરંતુ રાજકુમાર કોલેજે સીધો 20 ટકાનો વધારો કરીને વાલીઓની તૂટેલી કમરને વધુ તોડી નાખી છે.
રાજકુમાર કોલેજની વાર્ષિક ફી પહેલા 1 લાખ 14 હજાર હતી. જ્યારે 20 ટકાના વધારા બાદ આ વાર્ષિક ફી 1 લાખ 39 હજાર 750 રૂપિયા થઈ ગઈ છે. માતબાર રકમ ઉઘરાવતી રાજકુમાર કોલેજે આ ફી વઘારામાં સંતોષ ન માનતા નાસ્તાના ભાવમાં પણ વધારો કર્યો છે. પહેલા સ્કુલ નાસ્તાના 11 હજાર ઉઘરાવતી હતી. એમાં પણ 5 હજારનો વધારો ઝીંકીને નાસ્તાની ફી 16500 કરી નાખી છે.
- Advertisement -
સ્કુલોના ફી વઘારાને જોતા ભાર વિનાનું ભણતર હવે વાલીઓ માટે કલ્પના માત્ર બની ગયું છે. ફીના ભાર વધારા સાથે શાળાઓ અજગર જેવું મોઢું ખોલીને શિક્ષાના નામે વાલીઓનું આર્થિક શોષણ કરી રહ્યા છે. સ્કુલો ફી ઉપરાંત વિવિધ એક્ટિવીટીના નામે પણ વિદ્યાર્થીઓ પાસે ચાર્જ ઉઘરાવવામાં આવતો હોય છે. ત્યારે એ દિવસ દૂર નથી કે મોંઘવારીના નામે તોડ કરતી સ્કુલોના પ્રતાપે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના સંખ્યા વધેલી જોવા મળશે.
તોતિંગ ફી છતાં રાજુકમાર કોલેજમાં ગંદકી અને ઉકરડો
વાર્ષિક 1 લાખ 39 હજાર ફી ઉઘરાવતી રાજકુમાર કોલેજમાં ગંદકીના ઢેર જોવા મળ્યા હતા. સુવિધાઓના નામે ધરખમ ફી વધારો કરતી રાજકુમાર કોલેજમાં ઉકરડો જેવા મળ્યો હતો. ડસ્ટબીનો કચરાથી ભરપૂર હોવાના દૃશ્યો જોવા મળ્યો હતો. કોલેજના કેમ્પસમાં રોગચાળાને નોતરે એ રીતે આડેધડ કચરાના ઢેર જામેલા છે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાશે તો એની જવાબદારી કોની ?