મીકા સિંહે ‘સરદાર જી 3’ વિવાદ પર દિલજીત દોસાંજની ટીકા કરી
તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દિલજીતને નકલી ગાયક કહ્યો હતો
- Advertisement -
‘સરદાર જી 3’ 27 જૂને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની છે
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ‘સરદાર જી 3’ માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે સહયોગ કરવા બદલ ગાયક અને રેપર મીકા સિંહે દિલજીત દોસાંઝ પર પ્રહાર કર્યા. તેમણે તેમને ‘નકલી ગાયક’ કહ્યા.
દિલજીત દોસાંઝે માફી માંગવી જોઈએ
- Advertisement -
મીકા સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કહી દીધું છે કે, દિલજીત દોસાંઝે માફી માંગવી જોઈએ અને ફિલ્મમાંથી તમામ વાંધાજનક સીન હટાવી દેવા જોઈએ. મીકાએ લખ્યું કે, ‘મિત્રો, હું સમજું છું કે આપણે બધા જીવનમાં ભૂલો કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે ભૂલ કરીએ છીએ, ત્યારે માત્ર એક જ શબ્દ બોલી દેવો જોઈએ: સોરી. જો દિલજીતે કોઈ ભૂલ કરી છે તો આપણે બધા માફ કરવા તૈયાર છીએ, પરંતુ તેણે માફી માંગવી જોઈએ અને ફિલ્મમાંથી તમામ વાંધાજનક સીન હટાવી દેવા જોઈએ. બસ એટલું જ. કોઈ નફરત નહીં. માત્ર સન્માન. દેશ સર્વપ્રથમ.’
આ પહેલા મીકા સિંહે કહ્યું હતું કે, ‘દેશ સર્વપ્રથમ. મિત્રો, જેમ આપણે બધા જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં સારા નથી ચાલી રહ્યા. તેમ છતાં પણ કેટલાક લોકો બેજવાબદારીપૂર્વક વર્તન કરી રહ્યા છે. સરહદ પાર કલાકારો સાથે સંબંધિત કોઈપણ કન્ટેન્ટ જારી કરતા પહેલા તેમણે બે વાર વિચારવું જોઈએ. ખાસ કરીને જ્યારે આપણા દેશની ગરિમા સામેલ હોય.’
વિવાદના કારણે ‘સરદારજી 3’ ભારતમાં રિલીઝ નહીં થશે
આ વિવાદના કારણે ‘સરદારજી 3’ ભારતમાં રિલીઝ નહીં થશે. તેને 27 જૂને વિદેશમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે, ‘શૂટિંગ ફેબ્રુઆરી 2025માં જ પૂર્ણ થઈ ગયું હતું, જ્યારે પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ હવે વધતા વિવાદના કારણે ફિલ્મ ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવશે.’
AICWAએ દિલજીત અને ફિલ્મની ટીમની ટીકા કરી
આ સમગ્ર મામલે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ પણ દિલજીત અને ફિલ્મની ટીમની ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ પહલગામ આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતની ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીના કારણે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ લાગ્યો છે.




