વયોવૃદ્ધો સાથે અપરાધનાં કેસ 9% વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં સતત ત્રીજા વર્ષે બેદરકારીથી થતા મોતની સંખ્યામાં વધારો થયો છે જેમાં માર્ગ અકસ્માત કે અન્ય લાપરવાહીથી થતાં મોતનો પણ સમાવેશ થાય છે. નેશનલ પ્રાઈમ બ્યુરોનાં રીપોર્ટ મુજબ ઈન્ડીયન પીનલ કોડ હેઠળ દેશભરમાં 35.61 લાખ કેસ નોંધાયા હતા. જે 2020 અને 2021 કરતાં ઓછા હતા.
હત્યા કેસોમાં મામુલી ઘટાડો હતો.જયારે મહિલાઓ વિરૂદ્ધ અત્યાચારના કેસ વધ્યા હતા. બળાત્કારનાં કુલ 21516 કેસ નોંધાયા હતા. જે 2021 કરતા 161 ઓછા હતા. દેશમાં વૃધ્ધો સામેનાં અપરાધનાં કિસ્સામાં 9 ટકાનો વધારો નોંધાયો હતો.
બીજી તરફ ડીજીટલ યુગમાં સાઈબર ફ્રોડમાં પણ વધારો માલુમ પડયો છે. 2021 ની સરખામણીએ 2022 માં ડીજીટલ ફ્રોડમાં 24 ટકાનો વધારો થયો છે અને નિષ્ણાંતો તેને ભવિષ્ય માટે ખતરાની આલબેલ તરીકે દર્શાવી રહ્યા છે. લોકોમાં ઓનલાઈન શોપીંગનું ચલણ વધ્યુ છે અને તેની સાથોસાથ ડીજીટલ ફ્રોડનો વધારો થયો છે. આ પ્રકારનાં ફ્રોડ રોકવા ગંભીરતાપૂર્વક ઉપાય કરવાની જરૂર છે.