જૂનાગઢના વિકાસ કામો રૂંધાવાના અનેક કારણો
પંચાયતથી પાર્લામેન્ટ્રી સુધી એક હથ્થું શાસન
- Advertisement -
વન વિભાગ હસ્તકના કામોની મંજૂરી જટિલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર એક ઐતિહાસિક નગરી ની સાથે ધર્મ ની નગરી તરીકે ની ઓળખ ધરાવે છે ત્યારે જૂનાગઢ શહેર માટે અનેક વિકાસ કામોની વિપુલ તક છે અનેક રમણીય સ્થળ ડેવલોપ થઈ શકે તેમ છે પણ જૂનાગઢ વહીવટી તંત્રના અનેક ભાગોમાં વેચાયેલ છે જેમાં મહાનગર પાલિકા ,વન વિભાગ ,રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહીત અનેક વિભાગોના નિતી નિયમો કારણે મંજૂરીના વાંકે વિકાસ કામો ટલ્લે ચડી રહ્યા હોઈ તેવું જોવા મળી રહયું છે.
તાજેતર માંજ ચૂંટણી પેહલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ આવેલા હતા અને કલેકટર કચેરીમાં એક બેઠકમાં રોપ-વે ની લોવર સાઈડ આગળ નો રોડ નહિ બનતા તંત્ર ને તબડાવી નાખ્યું હતું અને ત્યાર બાદ તાત્કાલિક રોડ બની ગયો હતો આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરવો પડેછે કે જો સ્થાનિક તંત્ર અને શાશક પક્ષના આગેવાનો શું વ્યવસ્થિત બેઠકનો દોર ચલાવે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ને ધારદાર રજૂઆત કરેતો શહરેના અનેક વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેમ છે. ગુજરાત રાજ્ય માં સાપુતારા ,અંબાજી મંદિર ડેવલોપ મેન્ટ ઓથોરિટી કાર્યરત હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે તાજેતર માં પાવાગઢ મહાકાળી મંદિર નો જે રીતે વિકાસ થયો તેજ રીતે જૂનાગઢ માં થઈ શકે તેમ છે જૂનાગઢ શહેર અને જિલ્લા પાસે જે કુદરતી સૌંદર્ય જોવા મળેછે તે અન્ય જિલ્લા પાસે નથી જો રાજ્ય સરકાર ગિરનાર ડેવલોપ મેન્ટ ઓથોરિટી ની રચના કરવામાં આવે તો ડેવલોપ મેન્ટ ઓથોરિટી ના ચેરમેન ની નિમણૂંક થાય અને તમામ વિભાગના લોકો ડેવલોપ મેન્ટ ઓથોરિટી સાથે સંલગ્ન થઈને કામગીરી કરી શકે છે જેમાં ગિરનાર ડેવલોપ મેન્ટ ઓથોરિટીને નિયત ક્રાઈટ એરિયાના પાવર આપવામાં આવેતો હરવા ફરવાના સ્થળોનો વિકાસ ઝડપી બની શકે તેમ છે તેની સાથે પર્યટકો માં પણ વધારો થશે જૂનાગઢ શહેરમાં ફોરેસ્ટ વિભાગ હસ્તક ખુબ જમીન આવેલી છે જેમાં ગિરનાર પર્વત ઉપર વિકાસ કરવો હોઈ તો વન વિભાગની મંજૂરી વગર કઈ થતું નથી એજ રીતે ભવનાથ તળેટી માં આવેલ સુદર્શન તળાવ વન વિભાગ હસ્તક છે એજ રીતે વિલિગ્ડન ડેમ સાઈટ પર વધુમાં વધુ જમીન વન વિભાગ હસ્તક છે જેના લીધે વન વિભાગ દ્વારા મંજૂરી આપવાની જટિલ સમસ્યા છે તેના કારણો એવા છે કે ફોરેસ્ટ વિભાગ ને વન્ય સંપદા અને વન્ય પ્રાણી નું જતન થાય તેના માટે કેન્દ્ર સરકાર માંથી અને એન્વાયરમેન્ટની મંજૂરી મળે તોજ શક્ય બને અને એ મંજૂરી ને મળતા વર્ષો નીકળી જાય છે જેના લીધે શહેરનો વિકાસ રૂંધાઇ રહયો છે.
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કયારે થશે ?
જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન સ્થળના ડેવલોપ માટે અને પ્રવાસીઓને આકર્ષવા માટે કુદરતી સૌંદર્યનો ભરપૂર માત્રામાં ખજાનો છે ત્યારે વહીવટી તંત્ર ના અલગ વિભાગોની મંજૂરી અને સંકલન ના અભાવે અનેક કામો ટલ્લે ચડી રહ્યા છે જો સરળ રીતે શહેર અને જિલ્લાનો વિકાસ કરવો હોયતો ગિરનાર ડેવલોપ મેન્ટ ઓથોરિટી ની રચના થાય તેના ચેરમેન પદની નિમણૂંક થાય અને રાજ્ય સરકાર જૂનાગઢ ના ક્રાઈટ એરિયા નક્કી કરીને ડેવલોપ મેન્ટ ઓથોરિટી ને પાવર આપવામાં આવેતો કામની ગતિમાં ઝડપ આવશે.
- Advertisement -
ગિરનાર રોપ-વે અને બ્રોડગેજની લાંબી લડાઈ
જૂનાગઢ શહેરને પ્રવાસન ધામ તરીકેની ઓળખ મળે તે માટે ઘણા વર્ષો સુધી વર્ષે થી રોપ-વે અને બ્રોડગેજ લાઈન માટે લડત ચાલવામાં આવી હતી અને અનેક આંદોલન અને રાજ્ય અને કેન્દ્ર સરકાર માં રજૂઆત બાદ અંતે ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનતા ગિરનાર રોપ-વે ની તમામ અડચણ દૂર કરીને ગિરનાર રોપ-વે નું સપનું શાકાર થયું એજ રીતે સ્વ.અટલ બિહારી બાજપાઈ પ્રધાનમંત્રી અને લાલક્રિષ્ન અડવાણી નાયબ વડા પ્રધાનપદ હતા ત્યારે સોમનાથ સુધીની રેલવે બ્રોડગેજ લાઈન મળી હતી પણ તે મેળવા માટે ખુબ લડાઈ લાંબી ચાલી હતી