ખાસ-ખબર સંવાદદાતા
ઉના દેલવાડા રોડ પર ડીઝલ ભરેલા ટેન્કરનું વીલ ગટરમાં ફસાઇ જતાં લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. કલાકો બાદ આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યાં બાદ આજુબાજુના દુકાનદારોએ હાંશકારો લીધો હતો. ઉના દેલવાડા રોડ પર ડીઝલ ભરેલું ટ્રક ડીઝલ ઠાલવવા જતી વખતે શાહ એચ.ડી હાઇસ્કુલ પાસે ટેન્કરના ડ્રાઈવરે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અચાનક ગટરનું ટાંકણું તોડી ગટરમાં ટ્રકનું વીલ ફસાઇ ગયુ હતું. કલાકો સુધી આ ડીઝલ ભરેલો ટ્રક અહીં ફસાઇ ગયેલો પડેલો બાદમાં અન્ય વાહન દ્વારા આ ડીઝલ ભરેલા ટેન્કરને કલાકો બાદ ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ટ્રકના ટેન્કરમાં ડીઝલ ભરેલું હોવાથી મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુની દુકાનદારોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે કોઇ ઇજા કે જાનહાનિ થઈ નહીં અને ડિઝલના ટેન્કરને સહીસલામત રીતે નિકળી જતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
ઉના-દેલવાડા રોડ પર ડીઝલનું ટેન્કર ગટરમાં ફસાયું



