રાત્રીના સમયે ચાલતા સફેદ માટીના કારોબાર સામે તંત્ર ધૃતરાષ્ટ્ર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે છેલ્લા દોઢેક મહિનાથી ચાલતા સફેદ માટીના ખનન સામે તંત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠું હોવાનું નજરે પડી રહ્યું છે. રામપરા ગામના તળાવમાં ચાલતા ગેરકાયદેસર માટીના ખનનમાં દરરોજ રાત્રીના સમયે અહીં બે હિટાચી મશીન દ્વારા સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે. મૂળીના સરલા ગામમાં સફેદ માટીનું ખનન કરતા ખનિજ માફિયાઓ ચોટીલા પ્રાંત અધિકારીના દરથી હવે ધ્રાંગધ્રા તરફ વળ્યા છે.
મોટાભાગે તંત્રનું સેટિંગ પડી દરરોજ દસ હજારનો હપ્તો બાંધી એક ડમ્ફર દીઠ આશરે 3200 કટકાટવતા રામપરા ગામનું પ્રતિનિધિત્વ કરતા જ પ્રકૃતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. સફેદ માટીનું ખનન કરતા “હીરા” માફક ખનિજ માફિયા સફેદ સોના માફક માટીનું ખનન કરી વાયા લીયા, સરા ગામથી આ માટીને મોરબીના સિરામિક ઉધોગ સુધી પહોંચાડાય છે. રામપરા ગામના તેલમાંથી ગેરકાયદેસર ખનન થતી સફેદ માટીનો ભાવ રૂપિયા 600થી 900 સુધી પ્રતિ ટન વેચાણ થાય છે આ પ્રકારે એક ડમ્ફરમાં લગભગ 50થી 55 ટન માટી ભરવામાં આવે છે એટલે કે એક ડમ્ફરમાં 30,000 રૂપિયાની ચોટી કરેલી સફેદ માટી ભરવામાં આવે છે જેમાં જુદા જુદા વાહનો દ્વારા કુલ 80 જેટલા ફેરા કરવામાં આવે છે એટલે કે દરરોજ આશરે 24,00,000 રૂપિયાની સફેદ મટીને ચોરી કરી ખનિજ સંપદાને નુકશાન તો પહોંચાડવામાં આવે જ છે સાથોસાથ ગુજરાત સરકારની તિજોરીને મોટું નુકશાન પણ પહોંચે છે.
જ્યારે આ સફેદ માટીના કાળા કારોબારમાં તંત્રને પણ દરરોજના દાઢ હજાર રૂપિયા આપી બોલતી બંધ કરવામાં આવે છે ત્યારે છેલ્લા દોઢેક મહિનાથી ચાલતા આ ખનનના ખેલમાં અત્યારસુધીમાં કરોડો રૂપિયાની માટી ચોરી થઈ ચૂકી છે છતાં તંત્રને ધ્યાને આવતું નથી કે પછી કોઈ જાણીને ધ્યાનમાં લેવામાં આવતું નથી તે અંગે તંત્રના અધિકારીઓ જ કહી શકે પરંતુ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની માટી ચોરી કરેલ ખનિજ માફીયાઓ સામે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે પછી આમ જ દરરોજ લાખ્ખો રૂપિયાનું ખનિજ ચોરી કરવામાં તંત્ર જ આંખ આડા કાન કરીને બેસી રહેશે ? તે જોવું રહ્યું.



