સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને ફિલ્મ ‘ધુરંધર 2’ જોયા બાદ તેની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, આ ફિલ્મ દરેક ભારતીયને ગર્વ કરાવશે. તેણે રણવીર સિંહ અને આર. માધવન સહિત ફિલ્ની સમગ્ર સ્ટાર કાસ્ટના પરફોર્મન્સની પ્રશંસા કરી.
બુધવારે અલ્લુ અર્જુને ટ્વીટ કરીને ફિલ્મ અંગે કહ્યું કે, ‘હમણાં જ ”ધુરંધર 2” જોઈ – દેશભક્તિ સાથેનો શાનદાર સ્વેગ. આ એક એવી ફિલ્મ છે જે દરેક દેશભક્તને ગર્વ કરાવશે. એવી ઘણી ક્ષણો છે જ્યારે તમે તાળીઓ પાડતા ખુદને રોકી નહીં શકશો. સંપૂર્ણ રીતે ધમાકો! આખી ટીમને અભિનંદન.’
- Advertisement -
તેણે આગળ લખ્યું કે, ‘આર માધવન અને બધા કલાકારોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ ટેકનિકલ સ્તરે પણ અદ્ભુત છે. મને ગર્વ છે કે આપણા દેશમાં મારા ભાઈ રણવીર સિંહ જેવો શાનદાર અને બહુમુખી અભિનેતા છે. રણવીર સિંહ ફાયર છે. આદિત્ય ધરે કમાલ કરી દીધી, તેણે સંપૂર્ણપણે છવાઈ ગયો છે. આપણા દેશમાં તેમના જેવા શાનદાર ફિલ્મમેકર્સ હોવા એ ગર્વની વાત છે. એક ભારતીય કહાની…ઈન્ટરનેશનલ સ્વેગની સાથે! જય હિંદ.’
માધવન થયો ભાવુક
બીજી તરફ અલ્લુ અર્જુનનો આભાર માનતા આર માધવને ટ્વીટના રિપ્લાઈમાં લખ્યું કે, “હું ખૂબ જ વિનમ્ર, ભાવુક અને ખૂબ પ્રેરિત અનુભવી રહ્યો છું. મારા પ્રિય ભાઈ તમારા તરફથી આ સાંભળવું મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં તમારી બધી ફિલ્મો તમારી પ્રતિભા પ્રત્યે ઊંડા આદર અને વિસ્મય સાથે જોઈ છે અને એ જાણીને ખૂબ જ શાનદાર અનુભવી રહ્યો છું કે, આ લાગણી બંને તરફ છે. ભગવાન તમારું ભલુ કરે. મારા કરિયર અને જીવનના આ મહત્વપૂર્ણ મોડ પર આ પહેલો ઓનલાઈન રિવ્યૂ મારા માટે ખૂબ જ ખાસ છે.’
- Advertisement -
તમને જણાવી દઈએ કે, ‘ધુરંધર 2’માં રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર. માધવન છે. આદિત્ય ધરે આ ફિલ્મ લખી, ડાયરેક્ટ કરી અને પ્રોડ્યૂસ કરી છે. આ સાથે જ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર પણ આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મને જિયો સ્ટુડિયોએ પ્રસ્તુત કરી છે અને તે B62 સ્ટુડિયોના બેનર હેઠળ બની છે.
કમલ જૈને પણ પ્રશંસા કરી
પ્રોડ્યૂસર કમલ જૈને પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે ‘આ ફિલ્મ માત્ર મનોરંજન જ નથી કરતી પણ દર્શકોને સંપૂર્ણ રીતે એન્ગેજ કરે છે અને સ્થાપિત પેટર્નને તોડે છે. ક્યારેક-ક્યારેક કોઈ ફિલ્મ ઘોંઘાટમાંથી બહાર નીકળીને ઊંડી સાંસ્કૃતિક અસર છોડી જાય છે. ‘દીવાર’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘વિકી ડોનર’, ‘એમએસ ધોની’, અને ‘સંજુ’ જેવી ફિલ્મોએ પણ આવો જ પ્રભાવ પાડ્યો હતો. ધુરંધર પણ એ જ લીગની ફિલ્મ છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં તેની અસર વધુ વધી ગઈ છે.’
ક્રિએટર્સ પર વાત કરતા તે ણે કહ્યું કે, ફિલ્મની સૌથી મોટી તાકાત મેકર્સની ક્લેરિટી અને કન્વિક્શન છે. આદિત્યની શાર્પ રાઈટિંગ, ડાયરેક્શન, મ્યૂઝિક અને કલાકારોનું દમદાર પરફોર્મન્સ સ્ટોરીને ઊંડાણ આપે છે. જ્યોતિ દેશપાંડેની મજબૂત બિઝનેસ સમજ અને ડિસ્ટ્રીબ્યૂશન વ્યૂહરચનાએ તેને માત્ર એક ફિલ્મ જ નહીં, પરંતુ એક મોટા માર્કેટિંગ ફેનોમેનનમાં પરિવર્તિત કરી દીધી છે.
ધૂરંધરને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો
નોંધનીય છે આ ફિલ્મના પહેલા પાર્ટ ‘ધુરંધર’એ ભારતની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 1,303 કરોડની કમાણી કરી હતી. ભારતમાં તેનું કુલગ્રોસ કલેક્શન 1,005.85 કરોડ હતું, જ્યારે નેટ કલેક્શન લગભગ 836.95 કરોડ હતું. આ સાથે જ તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી સિંગલ-લેંગ્વેજ ફિલ્મ બની ગઈ છે.




