ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા નગરપાલિકાનો વહીવટ અણઘડ હોવાનું વારંવાર સામે આવે છે તેવામાં વિકાસ કરવાની લ્હાયમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ભાં ભૂલી ગઈ હોય તેવું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાની હદમાં આવતા ગુરુકુળ ગેઈટથી લઈને બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધીનો રોડ છેલ્લાં બે વર્ષથી બિસ્માર છે અને શહેરના જાગૃત નાગરિકો તથા સામાન્ય જનતા દ્વારા અનેક વખત આ રોડને સમારકામ કરવા કર્થવા નિર્માણ કરવાની રજૂઆત કરાઈ છે પરંતુ માર્ગ મકાન વિભાગના તાબામાં આવતા આ રોડ પર આજદિન સુધી સમારકામ કરાયું નથી જેના લીધે રાહદારીઓને બિસ્માર રીડ પરથી ન છૂટકે નીકળવું પડે છે જ્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા પ્રશંસાની લ્હાયમાં ખાડા ખડબચડા રોડ સમાર કામ કરવાને બદલે રોડની વચ્ચે કરોડોના ખર્ચે ડીવાઈડર નાખવાનું કામ શરૂ કર્યું હતું હવે આ નગરપાલિકા તંત્રે રોડ સમારકામની બદલે ડીવાઈડર નાખવાની જરૂરિયા વધુ સમજી કારણ કે રોડ કરતા રાહદારીઓ ડીવાઈડર પર ચાલવાનું વધુ પસંદ કરે તેવું સ્થાનિક પાલિકાના સત્તાધીશોને લાગતું હશે ત્યારે નગરપાલિકા દ્વારા નિર્માણ કરતા આ ડીવાઈડર કામમાં પણ કોઈ ખાસ વખાણ કરવા જેવા નથી કારણ કે જે દુવૈદરનું કામ થઈ રહ્યું છે તેમાં લોખંડની ગ્રિલ નાખવાના લીધે અકસ્માતનો ભય રહે છે વળી ડીવાઈડર કામમાં પણ જ્યાં સિમેન્ટથી આરસીસી કરવાનું હોય ત્યાં ખોદેલા રોડનો ડામર નાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ અંગે પણ અનેક વખત રજુઆત થઈ છે પરંતુ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ટકાવારીના ખેલમાં મસ્ત હોવાથી સ્થાનિકોની દરેક રજૂઆત સાંભળ્યા પહેલા ભ્રષ્ટાચારના પટ્ટા પહેરી લીધા હોવાથી લોકોની રજૂઆત ફિક્કી પડી જાય છે. તેવામાં પાલિકા દ્વારા આ પ્રકારના અણઘડ નિર્ણયને લઈને સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં વહવહિને જગ્યાએ પાલિકાની બાળક બુદ્ધિ હોવાનો કટાક્ષ સર્જાયો છે.
ધ્રાંગધ્રા નગરપાલિકાએ કરોડો રૂપિયા ડીવાઈડર પાછળ ખર્ચ કર્યા પરંતુ રોડ પર ખાડારાજ
