BU પરમિશન વગર હૉસ્પિટલનો વપરાશ બંધ કરવા એક મહિનાની નોટિસ પાઠવી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
એક તરફ રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગના કાયદાઓ માટે થોડા અંશે છૂટછાટ આપી દરેક ઇમારતો કાયદેસર કરવા માટે સમય આપી રહી છે ત્યારે બીજી તરફ બી.યુ પરમિશન વગર ધમધમતી સ્કૂલ, કોલેજ અને ખાસ કરીને હોસ્પિટલો સામે સરકારની આકૃ વલણ વ્યાજબી ગણી શકાય કારણ કે સ્કૂલ અને હોસ્પિટલોમાં થતી દુર્ઘટના અન્ય કર્યા વધુ જાનહાનિ સર્જી શકે છે પરંતુ ધ્રાંગધ્રા શહેર ખાતે વર્ષોથી બી.યુ પરમિશન વગર ધમધમતી ખાનગી હોસ્પિટલ સામે તંત્રે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ આપવા છતાં પણ હોસ્પિટલની વપરાશ બંધ નહિ કરી ખાનગી હોસ્પીટલ નો તબીબ મોટી દુર્ઘટના સર્જે તેવી રાહ જોઈને બેઠા હોય તે પ્રકારની સ્થિતિ ઉદભવ થઈ છે. જેમાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલા ડોકટર હાઉસ હોસ્પિટલમાં બી.યુ પરમિશન નહીં હુવા છતાં વર્ષોથી અહી ખાનગી હોસ્પિટલ ધમધમતી હતી
- Advertisement -
આ હોસ્પિટલના બી.યુ પરમિશન નહીં હોવાનું ત્યારે બહાર આવ્યું જ્યારે રાજકોટના ટી.આર.પી અંગિકાંડ સમયે હોસ્પિટલના છતાં પર લાગેલા ગેરકાયદેસર શેડનો હટાવવા સ્થાનિક નગરપાલિકા તંત્રે નોટિસ આપી ત્યારે સમગ્ર કાંડ પરથી પડદો ઉંચકાયો હતો જોકે બાદમાં નગરપાલિકા દ્વારા ગત 18 ઓકટોબરના રોજ અંતિમ નોટિસ આપી હોસ્પિટલના ઈમારતનો વપરાશ બંધ કરવા માટે આદેશ આપ્યો હતો છતાં ડોકટર હાઉસના સંચાલક ડો.આશિષ શાહ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને વપરાશ યથાવત રાખી છે. ત્યારે એક મહિનાની મર્યાદા સાથે આપેલી અંતિમ નોટિસ નો સમય પણ પૂર્ણ થઇ ચૂક્યો છે તેવામાં હવે સ્થાનિક નગરપાલિકા ડોકટર હાઉસ હોસ્પિટલ સામે શીલ મારવાની કામગીરીમાં કેટલા અંશે સફળ થાય છે તે આવનારા સમયમાં જ સામે આવશે. પરંતુ હાલ નગરપાલિકા દ્વારા આપેલી અંતિમ નોટિસ છતાં હોસ્પિટલની વપરાશ બંધ નહિ કરતા હોસ્પિટલની સંચાલક કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહમાં બેઠો હોવાનું સ્પષ્ટ સાબિત થયું છે.