રાજકોટ જિલ્લામાં પ્રથમ ધોરાજીમાં નોંધાયો લવ જેહાદનો ગુન્હો
ધોરાજીના પરણિત મુસ્લિમ યુવક સામે લવ જેહાદનો ધોરાજી પોલીસમાં નોંધાયો ગુનો
યુવતિને ઇન્સ્ટાગ્રામ પર યુવકે ધાર્મિક કલમા મોકલી આપ્યા હોવાનો ઉલ્લેખ
રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ એકબાદ એક લવજેહાદના કિસ્સાઓ જે રીતે સામે આવી રહ્યા છે તેમાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ફોસલાવી ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે રાજકોટના ધોરાજી પોલીસમા પણ પ્રથમ વખત લવજેહાદનો ગુન્હો દાખલ થયો છે.
રાજકોટ જિલ્લામા ધોરાજી પોલીસમા પ્રથમ વખત લવજેહાદનો ગુનો દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ધોરાજી રાધાનગરમા રહેતા મુસ્લિમ પરણિત યુવક સામે આ અંગેનો ગુનો નોંધાયો છે. સાથે જ આ ફરિયાદમાં યુવતિને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવકે ધાર્મિક કલમા મોકલી આપ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તો બીજી બાજુ યુવકે કાયદેસર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માનસિક ત્રાસ આપતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
આ સમગ્ર બનાવ અંગે ફરિયાદ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ આપી છે અને આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હાલ આ અંગેની વધુ તપાસ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ચલાવી રહ્યા છે.