અંદાજિત રૂ.285 કરોડની બજાર કિંમત ધરાવતી જમીન ખૂલ્લી કરાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ખેતી અને બિનખેતી વિષયક દબાણ દૂર કરવાની તંત્ર દ્વારા ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ગીર ગઢડા તાલુકાનાં ધોકડવા ગામનાં જુદા-જુદા ગૌચર સર્વે નંબરોની અંદાજે 800 વિઘા જમીનમાં થયેલ ખેતી/બીનખેતી વિષયક દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગત તા.2નાં રોજ 87 વિઘા અને આજે 170 વીઘા મળી કુલ 257 વિઘા, જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂ. 285 કરોડ થવા જાય છે. વિશેષમાં દબાણવાળી જગ્યા પર આશરે 181 જેટલાં દેવીપૂજક અને અન્ય સમાજનાં રહેણાંક કાચા મકાન/ ઝુંપડા બાંધવામાં આવેલ છે તેને દુર કરવામાં આવશે નહિં પરંતુ તેઓ તમામને સરકારની મફત જમીન/પ્લોટ ફાળવવા બાબતની યોજના અંતર્ગત નવેસરથી ઉપલબ્ધ જગ્યાએ ટૂંક સમયમાં જ પુન:વસાવવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી જરુરી પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીનાં કર્મચારી/અધિકારીની હાજરીમાં હાલ ખેતી તથા બાગાયત પ્રકારનાં દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 7 જેસીબી મશીન, 3 ટ્રેકટર તથા 5 ઈલેક્ટ્રીક કટરનો ઉ5યોગ કરવામાં આવ્યો હતો.