ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર અઈ શૌચાલય ખુલ્લું મુકાયું.ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ ગુજરાતના ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું ગિરગઢડા તાલુકા ના ધોકડવા ગામના જ્યાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર અઈ થી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું આ શૌચાલયમા એસીની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલુંજ નહિ બહાર પીવાનું શુદ્ધ છ.ઘનું ઠંડુ પાણી માટેની પણ વ્યવસ્થા કરાય છે ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બામભણીયાએ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી છે જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે બાકીના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિએ પોતાના ખીચા માંથી ખર્ચ કર્યા છે સામાન્ય રીતે ગામના સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય છે પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે અહીં સરપંચ પોતાના ખીચાના પૈસા ખર્ચી લોકોને સુવિધા આપી રહ્યા છે.
ધોકડવા ગામે ગુજરાતનું પ્રથમ AC શૌચાલય ખુલ્લું મૂકાયું
