‘ઘઉંના લોટમાં ધનેડા કે ધનેડામાં લોટ’
‘તુલસી’ બ્રાન્ડ ધાણાજીરૂ પાઉડરનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં ફેઈલ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચોમાસામાં રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન આશાપુરા કેટરર્સમાં સંગ્રહ કરેલા ઘઉં સહિતના લોટમાં ધનેડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ સાથે ‘તુલસી’ બ્રાન્ડ ધાણાજીરૂ પાઉડરનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં અનસેફ જાહેર થયો છે.
ફૂડ વિભાગ દ્વારા માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ડી-28 આરટીઓ બાજુમાંથી લેવામાં આવેલા ખાદ્યચીજ ‘તુલસી’ ધાણાજીરૂ પાઉડર (200 ગ્રામ પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં હાજર Pesticides Chlorpyrifosની માત્રા ધારાધોરણ કરતા વધુ મળી આવતા નમૂનો અનસેફ (ફેઈલ) જાહેર થયો છે. જે અંગે પ્રોસિક્યુશન કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ગિરિરાજ હોસ્પિટલ કેન્ટીન, નવજ્યોત પાર્ક, 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલી આશાપુરા કેટરર્સની તપાસ કરતાં પેઢીના કિચનમાં સંગ્રહ કરેલો ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાદાળમાં જીવાત- ધનેડા જોવા મળેલા હતા તેમજ સ્થળ પર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ ફૂડ વાસી તથા અનહાઈજેનિક રીતે રાખેલા જોવા મળતા કુલ મળીને 30 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના સત્યસાંઈ મેઈન રોડ તથા યુનિવર્સિટી રોડ કેન્સર હોસ્પિટલ બાજુના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 41 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 22 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોને કુલ 40 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પટેલ ગોલા એન્ડ આઈસ્ક્રીમ, ચામુંડા ફરસાણ, ઓમ સુરતી ખમણ, રાજ વૈભવ આઈસ્ક્રીમ, જય ખોડિયાર ડાઈનીંગ હોલ, સ્નેહર્સ આઈસ્ક્રીમ પાર્લર, લક્ષ્મી નાસ્તા ગૃહ, દિલ્લીવાલે છોલેભટુરે, રાજુભાઈ આલુપુરીવાળા, બોમ્બે ગાર્લિક બ્રેડ, ક્રિષ્ના દાળ પકવાન, જય દ્વારકાધીશ હોટલ, ઓકે રેસ્ટોરન્ટ, રાધે નાસ્તા હાઉસ, બાપનો બગીચો રેસ્ટોરન્ટ, જલારામ ગાંઠિયા, રજનીકાન્ત મદ્રાસ કાફે, યશ ફૂડ ઝોન, યશ ભૂંગળા બટેટા, મા પાર્વતી ચાઈનીઝ પંજાબી, ક્રિષ્ના સ્નેક્સ, બાલાજી ઢોસાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા રાઘવેન્દ્ર સ્વીટ્સ, શુભમ ડેરી, ઉમિયાજી જનરલ સ્ટોર, તિરૂપતિ અમૂલ સ્ટોર, ઓમ કર્ણાવતી ફાસ્ટફૂડ, સંદીપ નમકીન, શક્તિ નમકીન, શ્રી વલ્લભ નમકીન, મારુતિ પ્રોવિઝન સ્ટોર, શ્રીરામ ડેરી ફાર્મ, ન્યુ રાજ બેકરી, બાલાજી કોલ્ડ્રિંક્સ, શ્રીનાથજી ડેરી ફાર્મ, મારુતિ રેસ્ટોરન્ટ, ગોકુલ સેન્ડવીચ, સુપ્રીમ રેસ્ટોરન્ટ, કનૈયા દાળ પકવાન, બાપા સીતારામ આલુપુરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ રાજગરાનો ચેવડો ન્યુ ભારત સ્વીટ માર્ટ, કેશર પેંડા (લુઝ) જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેક્સ, ફરાળી ચેવડો મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા.