મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા’તા
ગઈકાલે પોલીસે 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે
ખાસ-ખબર સંવાદદાતા
ધંધુકા હત્યા કેસમાં સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે આ હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ પોલીસે ઉઠાવ્યો છે. જેમાં એક મૌલાનાની આ કેસમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૌલાનાના ઈશારે જ હત્યાને અંજામ અપાયો હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે. જે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. ગઈકાલે પોલીસે 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. જેમણે યુવક પર ફાયરિંગ કરીને હત્યાને અંજામ અપાયો હતો.
ગુરુવારે 25મી જાન્યુઆરીના ધંધુકામાં દિન દહાડે કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી ત્યારે કિશન ભરવાડ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની અટકાયત કરી લીધી છે. હત્યાનો આ મામલો ગંભીર બની જતાં પોલીસે સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કારણ કે હત્યા પછી જે વિરોધ થયો તેને કાબુમાં લેવા પોલીસ માટે મુશ્કેલ બની ગયું હતું.