રાજકોટ અને તાલાલાનાં પ્રવાસીઓ વચ્ચે મારા મારી થઇ
સાસણ નજીક હરીપુર ગામે આવેલી ધ ગીર પલ્સ રીસોર્ટમાં રાજકોટનાં જયેશભાઇ કરશનભાઇ દુધાતે રોકાયેલ લોકો પાસેથી ફાળો લઇ ધમાલ નૃત્યનુ આયોજન કહ્યું હતું. જે નૃત્ય જોવા તાલા લાનાં ગીરીશભાઇ સોની, મોહીતભાઇ સોની ,દિપેશ ભાઇ સોની તેમના પરીવાર સાથે ધમાલ નૃત્ય જોવા આવ્યાં હતાં. ત્યારે તેની પાસેથી ફી માંગી હતી. અહીં ઝઘડો થતા રીસોર્ટનાં માલીકે વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. બાદ ઝઘડાનુ મનદુ:ખ રાખી ગીરીશભાઇએ સુભાષ ભાઇ, દિનેશભાઇ અને જમનભાઇને બોલાવી છરી તથા લાકડી જેવા હથીયાર કરી જયેશભાઇ દુધાત સહિત નાંને માર માર્યો હતો. આ અંગે જયેશભાઇએ ગીરીભાઇ સોની,દિપેશભાઇ સોની, મોહીતભાઇ સોની, સુભાષ ભાઇ, દિનેશભાઇ અને જમન ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.જયારે સામે પક્ષે ગીરીશ ભાઇ રૂગનાથભાઇ પાલાએ ફરિયાદ નોંધાવી છે કે,ચાર અજાણ્યા પુરૂષ અને 3 અજાણી મહિલાએ ધમાલ નૃત્ય જોવા મુદે બંન્ને દિકરાઓને લાકડી તથા પાણીના સ્ટીલના જગ વડે માર મારી ઇજા કરી હતી.તેમજ દીકરાની પત્નીને જાહેરમાં પકડી લઇ વાળ ખેંચી ધકો મારી છેડતી કરી હતી.બન્ને પક્ષે ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.