પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો: સમાજ કલ્યાણ વર્ગ 3ની ગઇકાલે પરીક્ષા લેવામાં આવી હતી
જૂનાગઢમાં લેવાયેલ સમાજ કલ્યાણ વર્ગ 3ની પરીક્ષામાં પેપરનું સીલ તુટેલું હોવાના આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે, હોબાળાની જાણ થતા દોડી આવેલા ઉચ્ચ અધિકારીએ મામલો યેનકેન રીતે થાળે પાડ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ સ્વામિ વિવેકાનંદ સ્કૂલમાં રવિવાર 15 મેએ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની પરીક્ષા યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન પેપરનું સીલ તૂટેલું હોવાનું જણાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. એક વિદ્યાર્થીનીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, પેપરનું સીલ 3 થી 3.50 ઇંચ જેટલું તૂટેલું હતું. પરિણામે પરીક્ષા ર્થીઓએ સહિ ન કરી. આ મામલે સુપરવાઇઝરને જાણ કરી. તેમણે પ્રિન્સી પાલને જાણ કરી અને તેમણે જાણ કરતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. બાદમાં રોજકામ થયું. જોકે પેપરનું સીલ 3.50 ઇંચ તૂટેલું હતું, જ્યારે રોજકામ 2.50 ઇંચનું કરાયું! આ અંગે પ્રુફ આપવાનું કહ્યું તો અધિકારીએ ના પાડી દીધી હતી.
જૂનાગઢમાં વર્ગ 3ની પરીક્ષામાં પેપરનું સીલ તૂટેલું હોવાનો આક્ષેપ
