ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ગંભીર એરપોર્ટ માટે પાયલોટ તાલીમમાં અયોગ્ય ફ્લાઇટ સિમ્યુલેટરનો ઉપયોગ કરવા બદલ ઇન્ડિગો પર રૂ. 40 લાખનો દંડ ફટકાર્યો છે. નિયમનકારને જાણવા મળ્યું કે સત્તાવાર રેકોર્ડની સમીક્ષા બાદ એરલાઇનની તાલીમ પ્રથાએ નાગરિક ઉડ્ડયનના ધોરણોનો ભંગ કર્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ ઇન્ડિગો એરલાઇન્સ પર રૂ.40 લાખનો દંડ ફટકાર્યો છે. પાઇલટ ટ્રેનિંગ માટે અન-ક્વોલિફાઈડ ફ્લાઇટ સિમ્યુલેટરનો ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે લગભગ 1,700 પાઇલટ્સને ટ્રેનિંગ કેટેગરી સી એરપોર્ટ , જેમ કે કાલિકટ, લેહ અને કાઠમંડુ જેવા એરપોર્ટ પર નિયમો દ્વારા નિર્ધારિત સિમ્યુલેટર પર આપવામાં આવી ન હતી.
- Advertisement -
ઇન્ડિગોએ ચેન્નાઈ, દિલ્હી, બેંગલુ, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને હૈદરાબાદમાં 20 સિમ્યુલેટર પર ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. આ સિમ્યુલેટર ઈઅઊ સિમ્યુલેશન ટ્રેનિંગ પ્રાઇવેટ લિમિટેડ (CSTPL), ફ્લાઇટ સિમ્યુલેશન ટેક્નિક્સ સેન્ટર (FSTC), AAG સેન્ટર ફોર એવિએશન ટ્રેનિંગ (ACAT) અને એરબસ જેવી કંપનીઓના હતા, પરંતુ કેટેગરી ઈ એરપોર્ટ માટે ક્વોલિફાઈડ નહોતા. કેટેગરી સી એરપોર્ટ પર લેન્ડિંગ પડકારજનક હોય છે, તેથી ખાસ સિમ્યુલેટર ટ્રેનિંગ જરૂરી છે. DGCAએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ડિરેક્ટર તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા હતા. ફ્લાઇટ ઓપરેશન્સ ડિરેક્ટર પણ આ માટે જવાબદાર હતા. 1937ના એરક્રાફ્ટ નિયમો હેઠળ, બંનેને રૂ.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇન્ડિગોને આ રકમ જમા કરાવવા માટે 30 દિવસની નોટિસ આપવામાં આવી છે. આમ કરવામાં નિષ્ફળતા પર વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.